Site icon Gramin Today

સાચા લાભાર્થીને તેનો લાભ મળી શકે તે માટે સરકાર હકારાત્મક છે: કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

વન અધિકાર ધારા અંતર્ગત સાચા લાભાર્થીને તેનો લાભ મળી શકે તે માટે ગુજરાતની  સરકાર હંમેશા  હકારાત્મક છે: વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

આહવા ખાતે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વન અધિકાર ધારા હેઠળના કેસોની યોજાઈ સમીક્ષા બેઠક ; મંત્રીશ્રીએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન,

આજરોજ ડાંગ જિલ્લાના આહવા નગર ખાતે વિવિઘ સામાજિક તેમજ સહકારી સંસ્થાઓના અગ્રણીઓ તથા ડાંગના રાજવિશ્રીઓ દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ  વસાવાનું  ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાહેબ તેમજ ડાંગ ભાજપાના પ્રમુખશ્રી દશરથભાઇ પવારનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  સાથે  વિશેષ મુદ્દાઓ ઉપર બેઠક પણ કરવામાં આવી હતી.
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; વનવાસી વિસ્તારોમા રહેતા વન અધિકાર અધિનિયમ હેઠળના સાચા લાભાર્થીઓને જમીનના હક્કો આપવા બાબતે સરકાર હકારાત્મક છે, ત્યારે સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાયદાનુ સાચુ અર્થઘટન કરીને આવા લાભાર્થીઓને લાભ આપવા બાબતે ઉપયોગી માર્ગદર્શન આપતા રાજ્યના આદિજાતિ વિકાસ, વન અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ બાબતે ખુબ જ સંવેદના સાથે આવા કેસોમા પુન;સમીક્ષા કરવાની હિમાયત કરી હતી.

આ બાબતે જરૂર પડ્યે જિલ્લા કક્ષાએથી સંબંધિત વિભાગોના ચુનંદા અધિકારીઓની એક કમિટી બનાવી, તેમને અભણ અને અશિક્ષિત અરજદારોના મૌખિક પુરાવાઓને ધ્યાને લેવા બાબતે અનુસરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ બાબતે છેવટનો નિર્ણય લેવા અંગે પણ મંત્રીશ્રી વસાવાએ ઘનિષ્ઠ માર્ગદર્શન આપ્યુ હતુ.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વન અધિકાર ધારાના કેસોની સમીક્ષા બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરી, નવનિયુક્ત ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવિત સહીત સામાજિક કાર્યકરો સર્વશ્રી દશરથભાઈ પવાર, બાબુરાવ ચૌર્યા, સુરેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, રમેશભાઈ ચૌધરી, અશોકભાઈ ધોરાજીયા સહીત જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, અરજદારો, ઇન્ચાર્જ કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહજી જાડેજા, નાયબ વન સંવક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ, નિવાસી અધીક કલેકટર શ્રી ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીત સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચામા ભાગ લીધો હતો.

Exit mobile version