Site icon Gramin Today

સાગબારા તાલુકાનાં ખડકીમહૂ ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રીનો વિદાય સભારંભ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશભાઈ, પ્રકાશ વસાવા

નમૅદા જિલ્લાના સાગબારા તાલુકાના ખડકીમહૂ ગામમા આજ રોજ તા. 28.10.2020 ના રોજ ફરજ બજાવતા મુખ્ય શિક્ષકશ્રી વસંતભાઈ હુરજીભાઈ પાડવી જેઓ ગ્રામ પંચાયત પીપલાપાણીના વતની છે. જેઓ ની વયનિવૃતિ થતા ગૃપ શાળા પીપલાપાણી ખાતે વિદાય સભારંભ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો, આ પ્રસંગે T.P.E.O રામદાસભાઈ અને કેળવણી વહીવટ શ્રી નાનસીંગભાઈ.ડી વસાવાને પ્રમુખ સ્થાને રાખવામા આવ્યા હતા . જેમાં B.R.C .CO. ધીરસીંગભાઈ વસાવા(પ્રા.શિ) તેમજ વજેસીંગભાઈ પાડવી (પ્રા.શિ) સહીત અનેક હોદેદારો  ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંચાલક મંત્રી શ્રી કલ્પેશભાઈ એમ. તડવી દ્વારા કરવામાં આવ્યું હતું, ગ્રુપ શિક્ષકના નાલ અને તાલુકા સંઘના ખજાનચી જમૅનસિગભાઈ .પી.વસાવા તરફ થી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું .તેમજ પુસ્પ ગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, અને એમના શેષ જીવન દીર્ઘાયું, નિરામય રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરી  અને એમના શિક્ષણક્ષેત્રેના ક્ષુબ્ધ વાતાવરણમાં સમન્વય સાંધી દીર્ઘકાળ સેવા આપી, વણથમ્બી આગે કુછ આદરી વિધ્યાર્થીઓમાં શિક્ષણ સહ સંસ્કાર સિંચન દ્દારા શુભનિષ્ઠા જગાવી દૈદીપ્યમાન કેડી કંડારી છે, જે  ધ્યાન બહાર નથી વહીવટ અને શિક્ષણનો અમૂલ્ય સમન્વય સાંધી અર્થપ્રધાન વાતાવરણ વચ્ચે પણ અક્ષુણ પ્રતિબધ્ધતાને વળગી રહી સાંગોપાંગ શિક્ષણનો સેવાકાળ પૂર્ણ કર્યો છે,તે બદલ નિવૃત થતાં શિક્ષક વસંતભાઈ હુરજીભાઈ પાડવીને અનેકાનેક શુભેચ્છાઓ અને ધન્યવાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો વડીલો યુવાનો,બહેનો, સ્ટાફના લોકો  હાજર રહ્યા હતા.

Exit mobile version