Site icon Gramin Today

સાગબારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

સાગબારા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં લોકદરબાર કાર્યક્રમ યોજાયો;

સાગબારા ખાતે પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે દ્વારા સાગબારા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસ કરવામાં આવી, વાર્ષિક તપાસણી દરમ્યાન પોલીસની પરેડ નિરીક્ષણ કરી ત્યાર બાદ સાગબારા તાલુકા મથકે આવેલ તાલુકા પંચાયત હોલ ખાતે લોકદરબાર નો કાર્યક્રમ યોજાયો હતો.

 પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે દ્વારા સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોની મીટીંગ લેવામાં આવેલ જેમાં સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોને e-FIR, સાયબર ક્રાઇમ એવરનેશ, ટ્રાફીક એવરનેશ તથા મહીલા સુરક્ષા વિગેરે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા સામાજીક આગેવાનોની દારુબંદી બાબતે તથા નશીલા પદાર્થોના સેવન બાબતે તથા દેવમોગરા માતાજીના મંદિરે તથા આસપાસના વિસ્તારોની રજુઆતો સાંભળી નિકાલ કરવા બાબતે પોલીસને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આંતરરાજ્યો ચેકપોસ્ટોની વિઝીટ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ કોલવાણ આઉટ પોસ્ટ ની પણ વિઝીટ કરવામાં આવી હતી.

 

Exit mobile version