શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશભાઈ વસાવા
સાગબારા; તા 9 /8/2020 આજરોજ સાગબારા તાલુકાના નવરચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં (વિશ્વ આદિવાસી ગૌરવ) દિવસ નિમિતે બાળકો વતિ વૃક્ષ।રોપણ તેમજ સ્કૂલના ટિચર,કર્મચારી અને અનેક બાળકો આદિવાસી વસ્ત્ર પહેરીને આદિવાસી લોકગીત પર મનમૂકી ઝૂમ્યાં હતા..
સાગબારાનાં સેલંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી: આદિવાસી ક્રાંતિવીર બિરસા મુંડા ચોક ખોચરપાડા રોઙ સેલંબા ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી,
,
૯ મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર આદિવાસી લોકોના હકો નું સંરક્ષણ તેમજ તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છેં, ૨૩ ડિસેમ્બર ૧૯૯૪ના રોજ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ૯ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સાગબારા તાલુકાના વેપારી મથક એવા સેલંબા ખાતે આંબાવાડી ફળિયામાં સેલંબા ના રહેતા તમામ સમાજના લોકો અને વેપારીવર્ગ દ્વારા સહકાર આપવામાં આવ્યો.આજ રોજ ઉજવાયેલ કાર્યક્રમમાં એડવોકૅટ ધરમદાસભાઈ વસાવા સાહેબ અને રવિભાઈ, મહેન્દ્રભાઈ ગુરુજી,અનિલ સોનવણે, પંકજભાઈ ભાવસાર,મહેશભાઈ સોનાર, તુષાર વલવી, ફતેસિંગ ગુરુજી, રાયસિંગભાઈ વસાવા, વિપૂલ વસાવા સાથે ફળિયામાં રહેતા તમામ નવયુવાન ભાઈ/બહેનો બાળકોએ ખૂબ જ ઉત્સાહ પૂવૅક માં ધરતીની પૂજાવિધિ કરી હતી. કુળ દેવી દેવમોગરાની આરતી કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.