શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર ચૌધરી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખેડપુર ગામે વાઘનેરા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી: સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવાનાં અધ્યક્ષપદે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાપુનાં સ્વપ્નને સફાય અભિયાન દ્વારા સાચાં અર્થમાં સાકાર કરવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો:
સુરત: આજ રોજ ૨ ઓક્ટોબર ગાંધી જયંતિનાં ઉજવણી નિમિત્તે માંડવી તાલુકાના ખેડપુર ગામે વાઘનેરા પ્રાથમિક શાળામા સ્વચ્છતા અભિયાનનાં ભાગરૂપ સાફ સફાય કામગીરી કરવામાં આવી, અને શાળા પ્રાંગણમાં આજ રોજ પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતાનાં ભાગ રૂપે સફાય કામગીરી કરવામાં આવી હતી, સાથે કોટવાળીયા સમાજનાં આગેવાનો અને ખેડપૂર ગામના આગેવાનો સાથે બેઠક કરી વિવિધ પ્રશ્નો અને વિકાસ કામો અંગે ચર્ચા કરી.
આ કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા મહિલા સંગઠન મંત્રી શ્રીમતી રમાબેન ચૌધરી, દિનેશભાઈ પટેલ, પ્રવીણભાઈ ચૌધરી, અતિશભાઈ ચૌધરી, અનિલભાઈ વસાવા, રોહિતભાઈ પટેલ,ગામના સરપંચ વિનેશભાઈ ચૌધરી સાથે અનેક કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા અને તમામે ઉત્શાહભેર સાફ-સફાય કાર્યક્રમમાં જોડાયા હતાં. અંતમાં શાળા પરિવાર દ્વારા કાર્યક્રમમાં પધારેલ સર્વેનો અભાર માનવામાં આવ્યો હતો અને સ્વચ્છતા અભિયાનનાં શ્રમદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો.