Site icon Gramin Today

સરીબાર ગામે રૂઢિગત રિતી રિવાજ મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા  સર્જનકુમાર 

સરીબાર ગામે રૂઢિ રિતી રિવાજ મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે:

દેડીયાપાડા:  નર્મદા જિલ્લાનાં અંતરિયાળ વિસ્તાર એવા દેડીયાપાડા તાલુકાનાં સરીબાર ગામે બપોરે હોળી દહન કરવાની અનોખી પરંપરા રહેલી છે. જેમાં આજુ બાજુના ગ્રામજનો તેમજ ઘેરૈયા ઓ ભેગા મળી ને આદિવાસી રીત રિવાજ મુજબ પૂજાવિધિ કરી વાજિંત્રો દ્વારા નાચ ગાન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

સતત પાંચમ સુધી આજુબાજુના ગામડામાં ફરીને ગેર ઉઘરાવે છે અને પાંચમના દિવસે હોળી માતાની પૂણૉહુતિ કરે છે. એક માન્યતા પ્રમાણે કુદરતે આખા વર્ષ દરમિયાન જે સાચવ્યાં છે જે અનાજ આપ્યું છે તેના બદલામાં કુદરતનો આભાર માનવા માટે આદિવાસીઓ આ પ્રકારની હોળીની ઉજવણી કરે છે. આદિવાસીઓની કુદરત સાથે આસ્થા જોડાયેલી છે. 

આદિવાસી સમાજમાં હોળીનું અનેરું મહત્વ રાજ્યના આહવા થી લઇને અંબાજી પટ્ટીમાં વસતા આદિવાસી સમાજ માટે હોળી પર્વ અનેરૂ મહત્વ ધરાવે છે. આદિવાસી સમાજના લોકો ચોમાસા બાદ ખેતરોમાં પાકતા ધાન્યની હોળી ટાણે પૂજા કરી અગ્નિમાં હોમ્યા બાદ તેનો રોજીંદા વપરાશમાં ઉપયોગ કરવાની માન્યતા ધરાવે છે.

 

Exit mobile version