Site icon Gramin Today

સરકારી હોસ્પિટલ ખાતે અકસ્માત બાદ સારવાર માટે આવેલ નાના સૂકાઆંબા ગામના પરિવારને થયો સરકારી તબીબ સાથે કડવો અનુભવ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડાના સરકારી હોસ્પિટલ ખાતે અકસ્માત બાદ સારવાર માટે આવેલ નાના સૂકાઆંબા ગામના આદિવાસી પરિવારને થયો સરકારી તબીબ સાથે કડવો અનુભવ: સરકારી તબીબે સારવાર કરવા કરતાં પાટા પીંડી કરીને મોકલી આપ્યાની ફરિયાદ: અમારી   સાથે અકસ્માત કરનાર પીધેડ વ્યક્તિ તબીબનો મળતીઓ હોય તેમ તેમની સારવાર કરવાનો પરિવારનો ગંભીર આક્ષેપ!

નર્મદા જિલ્લાનું ડેડીયાપાડાના ગામ આદિવાસી વિસ્તાર માટેના  લોકોનું મોર્ડન ટાઉન છે,  ડેડિયાપાડા 35 કિલોમીટર સુધીના અંતરમાં રહેતા લોકો ડેડિયાપાડા ગામમાં ખરીદી કરવા,અને અન્ય દરેક કામકાજ અર્થે શહેર તરફ  આવતા હોય છે, ડેડિયાપાડા ગ્રામ્ય વિસ્તાર થી સારી  સગવડ સભર  હોવા ઉપરાંત રાજ્યના પૂર્વ મંત્રીનું હોમ ટાઉન તરીકે ઓળખ પામેલ માનવામાં આવે છે પરંતુ કહેવતો વિકાસ અહીં આજદિન સુધી પહોંચ્યો નથી તેવો કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના સૂકાઆંબા ગામમાં રહેતા ખેડૂત પોતાની પત્ની અને પુત્ર સાથે ખેતર જઈ રહ્યા હતા તે દરમિયાન રોંગ સાઇટ પર ઘસી આવેલ બાઈક ચાલકે તેઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દંપતી અને તેઓના પુત્ર સહિત બાઈક ચાલકને ઇજાઓ થઈ હતી, જેઓને સારવાર અર્થે ડેડીયાપાડાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે ઇજાગ્રસ્ત પરિવારને યોગ્ય રીતે સારવાર નહિ આપી. “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે” જેવો ઘાટ થયો હતો. પીડિત પરિવારને સારવાર આપવાના બદલે તેઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ દંપતીએ કર્યા છે, જેમ કે તમને બધાને સારું છે કોઈ સારવાર ની જરૂરત નથી, માટે હમો બીજે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલ જેના અમારી પાસે પુરાવા પણ છે,  આમ  અકસ્માતમાં સારવાર લેવા ગયેલા પરિવારને સરકારી હોસ્પિટલના તબીબ સાથેનો કડવો અનુભવ થયો હતો. ડેડિયાપાડા આદિવસી વિસ્તારનું દવાખાનું  હોવા છતા અહી અમારી સાથે અન્યાય થયો હોય,  સાથે  જ હોસ્પિટલમાં પણ યોગ્ય સારવાર આપવામાં આવે તેવી માંગ પરિવાર દ્વારા ઉઠવા પામી છે. 

Exit mobile version