Site icon Gramin Today

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે જ્ઞાનધારા દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે જ્ઞાનધારા દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું:

દિનકર બંગાળ, આહવા: સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા,ડાંગ ખાતે જ્ઞાનધારા દ્વારા તારીખ ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનધારા સમિતિના અધ્યક્ષ ડૉ. મુકેશ પી. ઠાકરડાએ ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમથી ૧. નશા મુકત ભારત અભિયાન અને સ્વચ્છ સાયબર ભારત મિશન. ૨. વિકસિત ભારત ૨૦૪૭ : આત્મનિર્ભર ભારત ૩. સંસ્કૃતિ અને સંસ્કાર: રાષ્ટ્રના અસ્તિત્વના આધાર ૪. કડવા ફળ છે ક્રોધના ૫. ભારતીય નાગરિક તરીકેની ફરજો : કલમ ૫૧ (A ) જેવા વિષયો આપવામાં આવેલ હતા. ક્લાસ કક્ષાની સ્પર્ધા બાદ કૉલેજ કક્ષીની સ્પર્ધા માટે આશરે ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ કૉલેજ કક્ષાની આ સ્પધામાં સહભાગી થયા હતા.

સ્પર્ધાના નિયમોની માહિતી ડૉ. મુકેશભાઈ પી. ઠાકરડાએ આપી હતી. હિન્દી વિભાગના પ્રાધ્યાપક શ્રી યુગેશ દ્વિવેદી જે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ અતિથિ વિશેષ તરીકે અર્થશાસ્ત્રના ડૉ. ઉમેશભાઈ હડસ ઉપસ્થિત રહ્યાં હતા. નિર્ણાયક તરીકે પ્રા. સોનલબેન ભાંભરે, પ્રા. નીતાબેન કામડી, પ્રા. વિરાલીબેન પવાર, પ્રા. સંજનાબેન ગાયકવાડ તેમજ ઉર્જિતાબેન વાઘેલા હતાં.

નિર્ણાયકશ્રીઓએ આર્ટસ વિભાગ માંથી પ્રથમ ક્રમાંક પુરોહિત આરતેન એન. (એમ.એ. સમાજશાસ્ત્ર) દ્વિતીય ક્રમાંક ગવળી અનિલભાઈ એસ. (એમ.એ. સમાજશાસ્ત્ર) તૃતીય ક્રમાંક ત્રિવેદી રાસ્તીબેન સી.(તૃતીયવર્ષ ગુજરાતી)ને આપ્યો હતો. તેમજ કોમર્સ વિભાગ માંથી પ્રથમ ક્રમાંક દેવરે જયશ્રીબેન પ્રફુલભાઈ. (તૃતીયવર્ષ કોમર્સ) દ્વિતીય ક્રમાંક કુશવાહ અંજલીબેન જી. (તૃતીયવર્ષ કોમર્સ) તૃતીય ક્રમાંક માછી ક્રિષ્નાબેન અનિલભાઈ. (તૃતીયવર્ષ કોમર્સ)ને આપ્યો હતો.

આ વ્યવસ્થામાં પ્રા.પ્રદીપભાઈ ઝાંઝરે, પ્રા. અનિલભાઈ દળવી, પ્રા. ગણેશભાઈ બંગાળ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આભારવિધિ ડો. વિરલકુમાર એચ. કેદારીયાએ કરી હતી.

Exit mobile version