તાપી જીલ્લા મથક વ્યારા ખાતેથી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓમાં ૧૦ વાહનો કરાયા રવાનાં, સમાજ સેવાનાં ભાગરૂપ ખ્રિસ્તી સમાજ દ્વારા એકત્ર કરાયેલ લીલાં શાકભાજી ભરેલાં ૧૦ પીકઅપ વાહનોને તાપી જીલ્લા પુરવઠા અધિકારી Neytika પટેલ દ્વારા લીલી ઝંડી આપી કરાયા રવાનાં, સમગ્ર સાતે જીલ્લા જેમકે નવસારી જીલ્લામાં ૫૫૦ કીટ, ભરૂચ જીલ્લામાં ૬૦૦ કીટ, ડાંગ જીલ્લામાં ૬૦૦ કીટ, તાપી જીલ્લામાં ૧૨૦૦ કીટ, વલસાડ જીલ્લામાં ૬૦૦કીટ, નર્મદા જીલ્લામાં ૬૦૦ કીટ, સુરત જીલ્લામાં ૬૦૦ કીટ ખ્રિસ્તી સમાજનાં લોકો દ્વારા “લોક ડાઉન” જેવી કપરી પરિસ્થિતિમાં માનવ સેવાનાં ભાગરૂપ મોકલી અપાય; સમસ્ત ખ્રિસ્તી સમાજનાં આગેવાનો તથા યુવાનોએ કીટ બનાવવા તેમજ લીલાં શાકભાજી એકત્ર કરવાં માટે સવાર થી કરી હતી ભારે જેહમત; આજે કોરોનાં મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં લોક ડાઉન ગત દિવસો થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તેવી વિકટ પરિસ્થીતીમાં જયારે ઘરમાંથી બહાર નહી નીકળવાનું હોય તેવા સંજોગો માં સમગ્ર લોકોને લીલાં શાકભાજી ઘર બેઠાં મફત ગામમાં જઈ કીટ બનાવીને ખ્રિસ્તી સમાજ દ્વારા વિતરણ કરવાનાં ભગીરથ કામને જીલ્લા તંત્ર અને અધિકારીઓએ આવકાર્યું હતું, આવી વિકટ પરિસ્થિતિમાં પોતાના જ હિતનું નહિ વિચારતા લોકોમાટે ઘર બેઠાં મદદનાં ભાગરૂપ સહાયની કીટ બનાવવા માટે ખ્રિસ્તી લોકોએ ઉદારતા દાખવી શાકભાજીનું આપ્યુ દાન! મદદ માટે સમાજનાં આગેવાનો આવ્યાં આગળ, જયારે પણ દેશ કે અન્ય રાજ્યોમાં આપદા અને અતિ કપરી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે ત્યારે ખ્રિસ્તી સમાજ લોક સેવામાંટે આગળ આવે જ છે, આ માનવતાનાં સુંદર કાર્યો માટે ગ્રામીણ ટુડે મીડિયા સમગ્ર યુવા કાર્યકર ટીમનો આભાર માને છે, આ સેવાકીય કામનું સમગ્ર આયોજન હરીશભાઈ ગામીતનાં નેતૃત્વ દ્વારા કરાયું, ડો.રેવ. આર.એમ. પટેલે સમગ્ર પીકઅપ વાહનોને પ્રાર્થના કરી રવાનાં કર્યા હતાં, “ઘરમાં રહો અને સુરક્ષિત રહો” હારશે કોરોનાં અને દેશ જીતશે જયારે રહીશું આપણે ઘરોમાં!
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા લોક ડાઉનમાં અનોખી પહેલ!
