Site icon Gramin Today

સનસેટ પોઇન્ટ પર નેટવર્કની સમસ્યાથી જનજીવનમાં તકલીફ વેઠવાનો વારો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર : પ્રદીપભાઈ સાપુતારા 

આહવાના સનસેટ પોઇન્ટ પર નેટવર્કની સમસ્યાથી જનજીવનમાં તકલીફ વેઠવાનો વારો.. 

ભારત દેશ આખો ડિજિટલ દુનિયા સાથે કદમ મિલાવીને વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહયો છે, ત્યારે ડાંગ જિલ્લા ના લોકોને રિચાર્જ અગાઉ થી કરાવવું પડતું હોય આખે આખો મહિનો નેટવર્ક ના ધાંધિયા હોવાં થી આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.   

આહવાનું સનસેટ પોઇન્ટ જ્યાં લોકો દૂર દૂરથી ફરવા માટે આવતા હોય છે. પણ નેટવર્ક “ન” હોવાના કારણે પ્રવાસીઓ પણ મુશ્કેલીનો સામનો કરવા માટેની નોબત પડતી હોય છે.

આહવાના સનસેટ પોઇન્ટ વિસ્તારમાં આવેલ સેવાધામ, નર્સિંગ કોલેજ, દીપ દર્શન સ્કૂલ તેમજ સ્થાનિક નિવાસી, જેઓને ઓનલાઇન કામોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સન સેટ પોઇન્ટ પર આશરે ૧૦૦ થી ૧૧૦ જેટલાં ઘરો છે અને દરેક ઘરના સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓનાં ઓનલાઇન ક્લાસથી વંચિત રહી જતા હોય છે. તો આહવામાં આવેલ સનસેટ પોઇન્ટ ખાતે નેટવર્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. જેથી ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર ધ્યાન આપે તો ડાંગ ની જનતાને આર્થિક નુકસાન નહિ વેઠવું પડે એવી બુમરાળ ઉઠવા પામી છે.

આ પણ વાંચો: સાપુતારાની હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ: https://gramintoday.com/?p=20579

Exit mobile version