Site icon Gramin Today

સંપર્ક તૂટતા ગામમાં 108 એમ્બ્યુલન્સ ન આવી શકતા ગર્ભવતી મહિલાને ગ્રામજનો દ્વારા ઝોળીમા લઈ જવામાં મજબૂર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

વિકાસ તું ક્યાં છે? અમારા ગામમાં ક્યારે આવશે???  સબકા સાથ સબકા વિકાસ… શું ફક્ત બેનરો અને ફાઈલો પર જે કે.? 

ભારે વરસાદના કારણે ફુલસર થી દુથર ગામ વચ્ચેનો કોઝવે તૂટતા તાલુકા મથકે જવાનો વાહન વ્યવહાર ઠપ્પ; વર્ષોથી પાણીમાં ગરકાવ થતો કોઝવે લોકો માટે માથાઓ દુઃખાવો; 

વરસાદમાં રસ્તો તૂટતા 108 એમ્બ્યુલન્સ ન આવી શકતા ગર્ભવતી મહિલાને ગ્રામજનો દ્વારા ઝોળીમા લઈ જવામાં મજબૂર થવું પડ્યું;  આજે પણ નર્મદામાં કેટલાંક ગામો વરસાદમાં થઇ જઈ છે સંપર્ક વિહોણા , 

એક તરફ સરકાર વિકાસ થયાના ફક્ત ખોટાં બણગાં ફૂંકે છે. હકીકતમાં જંગલ વિસ્તારના લોકોને વર્ષોથી ચોમાસાની ૠતુમાં હેરાન થવું પડે છે. દર વર્ષે તાલુકા ના કોઈ ને કોઈ ગામમાં ઝોળીમા લઈ મહિલા કે બીમારની સારવાર માટે હોસ્પિટલ  લઇ જવાના દાખલાઓ  પ્રકાશ માં આવે છે. પણ સરકારી તંત્ર ની આંખો ખુલતી નથી. એવો જ દાખલો ડેડીયાપાડા નાં દુથર ગામમાં બન્યો હતો. જ્યાં ભારે વરસાદના કારણે ફુલસર ગામથી દુથર ગામની વચ્ચે આવેલો કોઝવે તુટતા તાલુકા મથક ડેડીયાપાડા ખાતે પહોંચવા માટેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. રાહદારીઓને તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ધણી મુશ્કેલી પડે છે. ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીને લઇ જવા માટે 108 ની સુવિધા ફુલસર ગામ સુધી મળે એમ હતી. દુથર ગામ સુધી સરકારી સુવિધા પહોંચી શકતી ન હોવાને કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદી માહોલ વચ્ચે દુથર ગામની વતની લલીતા ગણેશ વસાવા (ઉંમર 26) જેઓને પ્રસુતિની પીડા ઉપડતા તેમને દુથર ગામથી ઝોળી બનાવી ઉંચકીને ફુલસર ગામ સુધી લાવવામાં આવ્યા હતા. ફુલસર ગામે 108 ના કર્મીઓ બહેનને એડમિટ કરી ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવી હતી.

સવાલ તો હજુ પણ અકબંધ છે નર્મદામાં કે વિકાસ તું ક્યાં છે? અમારા ગામમાં ક્યારે આવશે??? પોસ્ટર અને જાહેરાત પર થી  ઉતરીને  થી જલ્દી નર્મદામાં આવ…!

Exit mobile version