શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સંકલ્પ પેપર મિલ ખાતે વિશેષ ટ્રાફિક જાગૃતિ ડ્રાઈવ અને સેમિનાર યોજાયો:
ગ્રામિણ ટુડે, તાપી : ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ અને ટ્રાફિકના કડક નિયમોના પાલન માટે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, તાજેતરમાં વાલોડ તાલુકાના ડુમખલ ગામ ખાતે કાર્યરત સંકલ્પ પેપર મિલ માં વિશેષ ટ્રાફિક જાગૃતિ ડ્રાઈવ અને સેમિનાર યોજાયો હતો. જે દ્વારા મિલ માં કામ કરતા કર્મચારીઓને ટ્રાફિક નિયમો થી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ. બી. શેખ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખાસ ઉપસ્થિત રહીને સંકલ્પ પેપર મિલમાં કામ કરતા તમામ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સમજૂતી આપી હતી. સાથે ટ્રાફિક સુરક્ષાને લગતા પેમ્પલેટનું વિતરણ કરી માહિતગાર કરવામાં આવ્યુ હતુ.
વિશેષ કરીને સેમિનારમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટની અનિવાર્યતા અને સીટ બેલ્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

