Site icon Gramin Today

શનિવારે મોસાલીનાં ત્રણ અને ધામરોડનાં તમામ વીજ ફીડરો સવારે નવ વાગ્યાથી બંધ રહેશે!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ 

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા જનતા જોગ: શનિવારે મોસાલી વિજ સબ-સ્ટેશનનાં ત્રણ અને ધામરોડ વિજ સબ-સ્ટેશનનાં તમામ વીજ ફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે ૯:૦૦ નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે.

તારીખ ૨૦મી જૂન નાં   શનિવારે, માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે ઉભા કરાયેલ વીજ સબ-સ્ટેશનમાંથી નીકળતાં માઇક્રો ટાવર ઇન્ડ., ડુંગરી જે.જી.વાય.,અને નાનીનરોલી એ.જી.નાં વિજફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે ૯ વાગ્યા થી સાંજે ૧૭.૩૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જયારે માંગરોળ તાલુકાનાં ધામરોડ ખાતે ઉભા કરાયેલ વિજ સબ-સ્ટેશનમાંથી નીકળતા તમામ વિજફીડરો મેઈન્ટેન્સનાં કામ માટે સવારે ૯:૦૦ વાગ્યાથી સાંજે ૧૮:૦૦  કલાક સુધી બંધ રહેશે, આમ ઉપરોક્ત વિજફીડરો ઉપર આવતાં તમામ  ગામોનાં વીજ  કનેક્શન ધારકોને વીજ પુરવઠો મળશે નહીં જેની જાહેર જનતાએ નોધ લેવી.

Exit mobile version