Site icon Gramin Today

વ્યારા તાલુકામાં રસીકરણ વધારવા બેઠક યોજી ગ્રામજનોને જાગૃત કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા તાલુકામાં રસીકરણના કાર્ય ને વેગ આપવા બેઠક યોજી ગ્રામજનોને જાગૃત કરાયા:
વ્યારા-તાપી : તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા કાળજી પુર્વક અને આયોજનબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. રસીકરણની કામગીરી ઝડપી બનાવી સમગ્ર જિલ્લાને સુરક્ષિત કરવાના ધ્યેય સાથે આરોગ્ય વિભાગ ખડેપગે કામ કરી રહ્યું છે. આ સમયે માઇક્રોપ્લાનીંગ મુજબ જે ગામોમાં રસીકરણ ઓછુ થયું હોય તેવા ગામો ઉપર વહિવટી તંત્ર દ્વારા વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં ગ્રામજનોને કોવેડ-૧૯ વેક્સિનેશનની જાગૃતિના ભાગરૂપે ઘનિષ્ઠ લોક સંપર્ક કરીને સમજ આપવામાં આવી રહી છે. વ્યારા નગરપાલિકા વિસ્તારમાં ઓછું રસીકરણ થયેલા વિસ્તારોમાં મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર તથા ચીફ ઓફિસર નગરપાલિકા વ્યારા દ્વારા સ્થાનિક રહીશોને રસીકરણ કરાવવા અંગેની સમજૂતી આપી હતી. ત્યાર બાદ ફળિયાના રહીશોને રસીકરણ અંગે સ્વં જાગૃતતા આવતા રસીનો પહેલો ડોઝ લીધી હતો. આ ઉપરાંત આશા વર્કર/ આંગણવાડી વર્કર તેમજ સંબંધિત કર્મચારીઓને રસીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મામલતદાર વ્યારા બી.બી.ભાવસાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

Exit mobile version