Site icon Gramin Today

વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે “કોરોના”નું ટેસ્ટ મશીન ફાળવતાં સારવારની ગતિ તેજ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ 

વ્યારા:  “કોરાના” ના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યારાની જનરલ હોસ્પિટલને ટ્રુ નેટ ( true net) મશીન ની ફાળવણી કરવામાં આવી છે. આ પહેલાં તાપી જીલ્લાનાં વ્યારા ખાતે થી કોરોના ટેસ્ટીંગના સેમ્પલ સુરત ખાતે મોકલી અપાતાં હતાં અને અમુક દિવસો પછી સેમ્પલનો રીપોર્ટ આવ્યા બાદ જ  સારવાર શક્ય બનતી હતી હવે કોરોના ટેસ્ટીંગ મશીન ઉપલબ્ધ થતા વ્યારા ખાતે જ આ ટેસ્ટ કરી તાત્કાલિક સારવાર કરવી હવે  શક્ય.
સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરી દ્વારા આજે લેબોરેટરી વિભાગ ખાતે આ મશીનને કાર્યાન્વિત કરાવી તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. ડો.ચૌધરીના જણાવ્યા અનુસાર “કોરોના”ના ટેસ્ટિંગ માટે પહેલા તાપી જિલ્લાના સેમ્પલ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા પડતા હતા, જે હવેથી અહીંયા જ મશીન ઉપલબ્ધ થતા વ્યારા ખાતે જ આ ટેસ્ટ કરી શકાશે.
વ્યારા ખાતે જ આ સુવિધા ઉપલબ્ધ થતા “કોરોના”ના ટેસ્ટિંગ રિપોર્ટ ઝડપથી મળી જશે, જેથી જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર પણ વિના વિલંબે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે શરૂ કરી શકાશે, એમ ડો.નૌતિક ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.
Exit mobile version