Site icon Gramin Today

વીજ પુરવઠો ઓછો મળતા ખેડૂતો દ્વારા દેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદન;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા નાં ખેડૂતો વર્ષોથી ખેતી આધારિત ખેતી કરતા હોય છે, ત્યારે દેડીયાપાડા માં છેલ્લા ૨૦ દિવસ થી ૭ થી ૮ કલાક વીજ પુરવઠો મળવો જોઈએ તેની જગ્યા એ માત્ર ખેડૂતોને ૧ થી ૨ કલાક જ વીજ પુરવઠો આપવામાં આવે છે, અને કોઈ દિવસ તો વીજ પુરવઠો આપવામાં પણ આવતો નથી. વધુમાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ખેતીની સિઝન ચાલે છે અને વરસાદ પણ બિલકુલ ઓછો છે. તેમજ પાણીની તંગી છે. હાલમાં પાણીની ખુબજ જરૂરિયાત છે . હાલ ડાંગર, કપાસ, તુવેર ની રોપણી થઈ ગયેલ છે, તેમજ ચાલે છે.પાણી વગર પાકને નુકશાન થાય તેમ છે.

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ખેડુતો આર્થિક રીતે પાયમાલ થયા છે. અને ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે. જેથી વીજ પુરવઠો ન મળવાના કારણે હજુ અમારી હાલત ન ખરાબ થાય તે બાબતે ધ્યાન રાખી ખેડૂતોને રોજ ૭ થી ૮ કલાક સરકારશ્રીના આદેશ અનુસાર વીજ પુરવઠો મળે તે બાબતે આજ રોજ દેડીયાપાડા પ્રાંત અધિકારી ને તેમજ દેડીયાપાડા નાયબ ઇજનેર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.

Exit mobile version