Site icon Gramin Today

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ ખાતે કેમ્પનુ આયોજન કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા : તારીખ 14/06/2022 ને મંગળવાર એટલે કે આજે શ્રી કબીર પ્રાગટ્ય દિવસ તથા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ, જે.સી.આઈ રોયલ વાંસદા, શિવમ હોસ્પિટલ હનુમાનબારી , લાયન્સ ક્લબ ઓફ વાંસદા , ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા એન. એમ. પી. બ્લડ બેન્ક બીલીમોરાના સંયુક્ત સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં રક્તદાતા દિવસની  ઉજવણી રક્તદાન કરીને કરવામાં આવી હતી. આજના કાર્યક્રમ માં રક્તદાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું અને દાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. સાથે જ નવા રક્તદાતાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, અને રક્તદાનનુ મહત્વ સમજાવવા માં આવ્યું હતું.

આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મિતુલ ભાવસાર દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી. આજના કાર્યક્રમ દરમિયાન કેમ્પમાં 39 યુનિટ રક્ત એકત્ર થયું હતું. કાર્યક્રમમાં બ્લડ એકત્રિત કરવા અને કેમ્પ સફળતા અપાવવા એન. એમ. પી. બ્લડ બેન્ક બીલીમોરા ડો. તેજસ શાહ અને એમની ટીમ સહભાગી બની હતી.

Exit mobile version