Site icon Gramin Today

વાસિયાતળાવ પ્રાથમિક શાળાના બાળકોને દાતા શ્રી દેવજીભાઈ ટંડેલ તરફથી ગણવેશ અને બેગ વિતરણ કરાયા :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકાના વાસિયાતળાવ પ્રાથમિક શાળાના બાળકોને દાતા શ્રી દેવજીભાઈ ટંડેલ તરફથી ગણવેશ અને બેગ વિતરણ કરવામાં આવ્યા: 

વાંસદા :તા.21 એપ્રિલ વાસિયાતળાવ પ્રાથમિક શાળાના ધોરણ -૮ ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો. જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય , જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી કૃષણપુર, સમાજસેવી, લેખક, હાલ ( USA ) અમેરીકા સ્થાયી એવા (NRI) શ્રી દેવજીભાઈ ટંડેલ સાહેબ તરફથી શાળાના તમામ બાળકોને એક જોડી ગણવેશ અને ધોરણ -૮ ના બાળકોને બેગ વિતરણ કરવામાં આવ્યા હતા.

જેનું વિતરણ આજ રોજ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત ટંડેલ સાહેબ, વિદ્યાર્થીઓ, આનંદીબેન આર.પટેલ કેળવણી નિરીક્ષક વાંસદા, શિક્ષક બાબલાભાઇ આર.પટેલ, માજી સરપંચ મહેશભાઈ ડી. પટેલ, સરપંચ શ્રીમતિ જયશ્રીબેન, યોગેશભાઈ, ગમનભાઈ, મંગીબેન , રાધાબેન, લક્ષ્મણભાઈ , પીન્ટીબેન, નયનાબેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્યા દિપીકાબેને સૌનું સ્વાગત સન્માન કર્યું. અને ટંડેલ સાહેબનો ખૂબ ખુબ આભાર વ્યકત કર્યો જગદીશભાઇ એ કાર્યક્રમ નું સંચાલન કર્યું શાળા સ્ટાફ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરાવવામાં આવી ધોરણ-૮ ના બાળકો દ્વારા પોતાના સ્મરણો વ્યક્ત કરવામાં આવ્યા, વ્યાસભાઇ પટેલ દ્વારા આભાર વિધી કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરાઈ હતી.

Exit mobile version