Site icon Gramin Today

વાલિયા ITI ખાતેના નમો કોવિડ સેન્ટરની મુલાકાત લેતાં સાંસદ મનસુખભાઇ વસાવા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

આજ રોજ વાલિયા આઈ.ટી. આઈ ખાતે નમો કોવિડ સેન્ટર સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને મુખ્ય ડૉક્ટર અને સ્ટાફ જોડે મળીને કોરોના સારવાર કેન્દ્રને લઇ ને ચર્ચા વિચારણા કરવામાં આવી  હતી. નમો કોવિડ સારવાર કેન્દ્ર વાલિયામાં ઉપલબ્ધ સુવિધાઓ બાબતે પણ કરાઈ સમીક્ષા.

ભરૂચ જીલ્લાના વાલિયા ખાતે કોવિડ સંક્રમિત લોકોની સારવાર અર્થે કોવિડ સેન્ટર શુભારંભ થઈ ગયું છે, દવા, બેડ અને ઓક્સિજન પણ આવી ગયા છે, 

આજ રોજના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરીયા, ધર્મેશભાઈ મિસ્ત્રી, નિશાંતભાઈ મોદી, તાલુકા ભાજપા મહામંત્રીશ્રી તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા પૃથ્વીરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અલ્પેશભાઇ વસાવા, તાલુકા વિકાસ અધિકારી અને ડોકટર સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version