શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે મહર્ષિ સદગુરુ સદાફલ દંડકવન આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર આજ રોજ વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે મહર્ષિ સદફલ દંડકવન આશ્રમ ખાતે નવસારી રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું કરાયું આયોજન.
સદગુરુ સદાફલદેવજી વિહંગમ યોગ સંસ્થાન દ્વારા સંત પ્રવરશ્રી વિજ્ઞાનદેવજી મહારાજ જન્મ દિન નિમિત્તે આજ રોજ દંડકવન આશ્રમ ખાતે રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું ઉદ્દઘાટન સંતશ્રી વૃક્ષ દાસજીના હસ્તે કરવામાં આવ્યુ હતું.
વિશ્વ વ્યાપી મહા રકતદાન અભિયાન મહોત્સવ-2020 માં કોવિડ -19ની મહામારીને ધ્યાનમાં રાખી પધારેલા મહેમાનો રકતદાતાઓએ વૈશ્ર્વિક મહામારીના માનવ ધર્મ નિભાવવા માટે રક્તદાનની અમુલ્ય સેવા આપી હતી. સમાજ પત્યેની સૌ રક્ત દાતાઓની સેવાનો કૃતજ્ઞતા પૂર્વક દંડકવન આશ્રમ દ્વારા આભાર કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનાં અંતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીનો દંડકવન આશ્રમનો અને દરેક દાતાઓનો ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.