શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકા ખાતેના રંગપુર ગામે Rssના યુવા કાર્યકરો દ્વારા વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોરોના કહેર વચ્ચે ગ્લોબલ વોર્મિંગ જેવી મહા વિપત્તિ સામે લડવા આજે વાંસદાના યુવાનોએ કર્યો વૃક્ષો રોપવાનો સંકલ્પ!
વાંસદા તાલુકા ના રંગપુર ગામે પંચાયતની સામે મેઈન રસ્તાની બાજુમાં મેદાન પાસે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
રંગપુર ગામ ના Rss ના કાર્તિકભાઈ અને એમના ગામની યુવા ટીમ દ્વારા આયોજન કરાયું.
સાથે ગંગપુર ગામના આગેવાન જગદીશભાઈ ગવળી તથા વાંસદા તાલુકાના Rss ના પ્રમુખ સંજયભાઈ મોરેના માર્ગદર્શન હેઠળ સમગ્ર વૃક્ષા રોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના પ્રમુખ સંજયભાઈ મોરે દ્વારા રંગપુર,મીંડાબારી ગામના યુવા કાર્યકરોની ટીમને ગ્લોબલ વર્મિંગની માનવ જીવન અને પ્રકૃતિ પર પડતી ખરાબ અસર અને વૃક્ષારોપણનાં ફાયદા વિશે જરૂરી માર્ગદર્શન અને સાથે આવનાર ત્યોહારનાં આયોજન વિશે સૂચનો આપ્યા હતાં.