Site icon Gramin Today

વાંસદા તાલુકાના ગંગપુર ગામે મુખ્ય પ્રાથમિક શાળાનું છત ધરાશાયી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના ગંગપુર ગામે મુખ્ય પ્રાથમિક શાળાનું છાપરું ધરાશાયી: શિક્ષણ વિભાગની બેદરકારી છતી  થઇ.. કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહત અનુભવી.

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા ના ગંગપુર ગામે અંગ્રેજોના સમય 1930 થી ચાલતી આવેલ મુખ્ય પ્રાથમિક શાળા માં હાલ કોરોના મહામારી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ શાળા નુ ભણતર બંધ, મોકૂફ  રાખવામાં આવ્યુ છે, ત્યારે વિદ્યાથી શાળા માં હાજર ન હોય,  તેવા સંજોગોમાં શાળાનું છત આજે ધડાકા ભેર ધરાશાયી થયું હતું. હાલમાં સ્કુલ બંધ હોય, અને ફક્ત  શિક્ષકો હાજર રહેતા હોય,પરંતુ શાળા ચાલુ હોત તો ભયંકર આકસ્મિક ઘટનાઓ બનવાની ભીતીઓ સેવાય રહી હતી. તેવા સંજોગોમાં પણ તંત્ર ઊંઘતું હોય  તેવું જણાવા મળ્યું  હતું.

મળતી માહિતી મુજબ ગંગપુર શાળાની મુલાકાત લેતાં જાણઈ આવ્યુ હતું કે વારંવાર લેખિતમાં રજુઆતો  કરવામાં આવી હતી કે  શાળા જર્જરીત હાલતમાં હોય, અને તંત્ર દ્વારા શાળા નવું બાંધકામ કરવાની રજૂઆત ઉપલી કચેરીએ પણ કરવા છતાં આજ દિન સુધી  કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યું નથી,  લોક મુખે એવી ચર્ચા  ઉઠી છે કે આ શાળાઓ રીપેર પણ ન થઈ શકતી હોય,અને  નવું બાંધકામ નહિ થાય તો  શાળામાં કુલ 112 વિદ્યાર્થીઓ  જેમનું ભવિષ્ય ન બગડે તેનું ધ્યાન હવે તંત્ર ઉપર મદાર રહેલો છે. કેમ કે આ શાળા વરસો જૂની 90વર્ષ થી ચાલતી આવી છે. જેમાં ગામના તથાં આજુબાજુના વિસ્તારના કેટલાયનુ ઉજજવળ ભવિષ્ય બનેલ હોવાનું જાણવા મળેલ છે, હવે તંત્ર કે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવા રહયું.

Exit mobile version