Site icon Gramin Today

વાંસદા તાલુકાના ખાટાંઆંબા-11 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર અને તાલુકા પંચાયત ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના ખાટાંઆંબા-11 જિલ્લા પંચાયત સીટ પરના ઉમેદવાર હરીશભાઈ ચૌધરી અને તાલુકા પંચાયત ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ છેલ્લા દિવસે પણ પૂર જોશમાં યથાવત:

ખાટાંઆંબા જિલ્લા પંચાયતના ઉમેદવાર હરીશભાઈ ચૌધરી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને તાલુકા પંચાયતના ઉમેદવારો, મતદારો સાથે આજ રોજ સ્થાનિક સ્વરાજની ચુંટણી પ્રચાર નો  છેલ્લા દિવસ છે. આજે  ડોર ટુ ડોર ગુજરાત અડીખમ ભાજપના સુત્રો અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના નારા સાથે પ્રચાર પ્રસાર કાર્યક્રમ લાઉટ  સ્પીકર ના વાજતે ગાજતે ચુંટણી પ્રચાર ના છેલ્લા દિવસ આજે છે ત્યારે ગામડાંઓમાં પ્રચાર પ્રસાર વહેલી સવારથી જ મિટિંગો અને ડોર ટુ ડોર કાર્યક્રમ જોર શોરથી ચાલુ રહ્યા છે. જેને લઈ વાંસદા તાલુકાના ખાટાંઆંબા જિલ્લા પંચાયત ના ઉમેદવાર સાથે  ઘરે ઘરે જઈ સ્થાનિક સ્વરાજની ચુંટણી ના મતદારો ને ડોર ટુ ડોર મળી ભારતીય જનતા પાર્ટી કમળ ના નિશાન ને મત આપી વિજય બનાવવા હાંકલ કરી હતી.

વધુ માં વાંસદા ખાટાંઆંબા જિલ્લા પંચાયત બેઠક નાં ઉમેદવાર એવા હરીશભાઈ ચૌધરી છેલ્લા બે વખતે ખડકીયા ગામના સરપંચશ્રી તરીકે ની ફરજો નિભાવી ચુકેલ અને તાલુકા પંચાયત ના ઉમેદવાર એના અગાઉ ચુંટાઈ ચુકેલ છે. હરીશભાઈ એક ઉત્સાહી, લોકોની પડખે ઉભા રહેનાર તેઓ ના લાગણી શીલ સ્વભાવ,  જેથી ખાટાંઆંબા સીટ પર આવનારા પાંચ વર્ષ માટે ચુંટાઈ આવે અને નવસારી જિલ્લા પંચાયત માં જઈ લોકો ના પડતાં પશ્ર્નો હલ થાય તેવી આશા ખાટાંઆંબા જિલ્લા પંચાયતમાં આવતા ગામો ના મતદારો માં ચર્ચા એ જોર પકડ્યું  છે. અને આવતી  28 તારીખે મતદાન કરવાં અને તમારા લોકલાડીલા ઉમેદવાર ને વિજયી બનાવે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

Exit mobile version