Site icon Gramin Today

વાંસદા તાલુકાનાં મતદારોએ કર્યુ ઉમેદવારોનું ભાવી વોટિંગ મશીનમાં સીલ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા  કમલેશ ગાંવિત

વાંસદા તાલુકા ના સ્થાનિક સ્વરાજની ચુંટણી માં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરી. ઉમેદવારો નું ભાવી મશીનમાં સીલ થયું. 

વાંસદા તાલુકા માં મતદાન મથકો ઉપર વધુ ઉંમર ના મતદારોથી પોતાની જાતે મતદાન બુથ સુધી પહોંચી ન શકાય. તેવા તથાં વિકલાંગો માટેની વ્હીલચેર ની સુવિધા ની ખાસ જરૂર હતીં. તે વ્યવસ્થા ની કમી નજરે પડી હતી. કેટલાક ગ્રામ્ય વિસ્તારના મતદાન મથક પર પાણી ની અસુવિધા અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.  

વાંસદા ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા આરોગ્ય ખાતાં અને મતદારો નો આભાર વ્યકત કર્યો હતો. સાથે કૉંગ્રેસ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજીતભાઈ પાનવાલાએ પણ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો. 

વાંસદા તાલુકાની જિલ્લા પંચાયત 7 બેઠકો પર મતદાન થયેલ ની ટકાવારી બારતાડ ખાનપુર સીટ નંબર-3 પર 81.74, સીટ નંબર -5 ચાપલધરા 69.85, સીટ નંબર-11 ખાટાંઆંબા 81.11, સીટ નંબર-25 ઉનાઈ 73.26, સીટ નંબર-26 વાંદરવેલા 76.28, સીટ નંબર-27 વાંગણ 81.07, સીટ નંબર-28 વાંસદા 77.66 

વાંસદા તાલુકા ની 7જિલ્લા પંચાયતની કુલ ટકાવારી 77.22 પ્રમાણે નું મતદાન થયું હતું 

હવે મત ગણતરી થયા પછી જ નકકી થશે કે કોણ જીતશે ને કોણ હારશે?  લોકો પરીણામ જાણવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version