Site icon Gramin Today

વાંસદા, ચીખલી તથાં વાંસદા વિસ્તારમાં ડીગ્રી વગરના મેડીકલ પ્રેકટીસ કરતાં બે બોગસ તબિબ ડૉક્ટર પકડી પાડતી નવસારી SOG ટીમ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા ચીખલી તથાં વાંસદા વિસ્તારમાં ડીગ્રી વગરના મેડીકલ પ્રેકટીસ કરતાં બે બોગસ તબિબિ ડૉક્ટર પકડી પાડતી નવસારી એસ.ઓ.જી.ટીમ: 

નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ના જરૂરી સુચના મુજબ મેડીકલ ડીગ્રી વગરના મેડીકલ પ્રેકટીસ કરતાં નકલી તબીબો શોધી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ. 

સંયુક્ત રીતે બાતમી મળેલ કે મોજે .દેગામ વશી ફળિયું તા.ચીખલી જિ.નવસારી ખાતે બોગસ દવાખાનુ ચાલે છે. જે બાતમી હકીકત આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામ ના ડૉક્ટર સાથે દેગામ વશી ફળિયા ચીખલી ખાતે તપાસ કરતાં આરોપી ડૉક્ટર હારૂનભાઈ અહમદભાઈ સીદાત રહે.દેગામ વશી ફળિયું તા.ચીખલી જિલ્લા નવસારી નાઓ પાસે કોઈ પણ પ્રકારની માન્યતા ડીગ્રી વગર ડૉક્ટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા ઈન્જેકશન તથાં ડૉક્ટરી સાધન સામગ્રી મળી કુલ કીંમત 19706 /- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતાં મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુધ્ધ ઈ.પી.કો.કલમ 419 તથાં ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ એકટ 1956ની કલમ 15 તથાં ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ 1963 ની કલમ 30,35 મુજબ ગુનો રજીસ્ટર કરી તપાસ અર્થે ચીખલી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. 

વાંસદા તાલુકાનાં સંયુક્ત રીતે રાહે બાતમી મળેલ કે મોજે. ખાંભલા ગામ બજાર ફળિયા પ્રાથમિકશાળા ની સામે તાલુકા વાંસદા જિલ્લા. નવસારી ખાતે બોગસ દવાખાનુ ચાલે છે. જે બાતમી આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંભલાના ડોકટર શ્રી હરીશકુમાર ચીમનભાઈ પટેલનાઓ સાથે તપાસ કરતાં ડૉક્ટર આશીષભાઈ રવિન્દ્રભાઈ બિસ્વાસ રહે .ખાંભલા ગામ,બજાર ફળિયા પ્રાથમિક શાળા ની સામે તા. વાંસદા જિ.નવસારી મૂળ બેલેડાંગા ગામ તા.ગોબરડાંગા જિ.નોર્થ 24 પરભોના કોલકત્તા નાઓ પાસે કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ડૉક્ટર હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા ઈન્જેકશન તથાં ડૉક્ટરી સાધન સામગ્રી મળી કુલ કીંમત 33,924/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતાં મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુધ્ધ ઈ. પી.કો.કલમ 419 તથાં ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ એકટ 1956 ની કલમ 15 તથાં ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ 1963 ની કલમ 30,35 મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ વાંસદા પોલીસ સ્ટેશને સોંપેલ છે. 

 

Exit mobile version