Site icon Gramin Today

વાંકલ હાઈસ્કુલનું ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં તેજસ્વી તારલાઓને પાઠવવામાં આવ્યાં અભિનંદન: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ માંગરોળ કરૂણેશભાઈ

માંગરોળ તાલુકાના વાંકલ હાઈસ્કુલનું ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં તેજસ્વી તારલાઓને પાઠવવામાં આવ્યાં અભિનદન: 
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ એન.ડી. દેસાઈ હાઇસ્કુલ મા ગુજકેટની પરીક્ષા નું પરિણામ આજે જાહેર કરવામાં  આવ્યું હતું  ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે મેડિકલ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રે વધુ અભ્યાસ માટે પુરક કસોટી  લેવાય છે જે  ગુજકેટ-2020 ની પરીક્ષામા એન. ડી. દેસાઈ હાઇસ્કુલ વાંકલમાં
પ્રથમ ક્રમે કડીવાળા રિઝા દિલાવર ખાન (75/ 120)


દ્વિતીય ક્રમે ચૌધરી પ્રિતેશ કુમાર પરેશભાઈ (51.25 / 120 )
તૃતીય ક્રમે ચૌધરી પ્રિયાંશી કુમારી અશોકભાઈ (48.50/120)  આવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી પારસભાઈ મોદી અને  શાળા પરિવાર તથા સમગ્ર કેળવણી મંડળ દ્વારા પ્રથમ આવનાર  વિદ્યાર્થીને અને બીજા,ત્રીજા ક્રમે આવનાર તમામ ને અભીનંદન પાઠવવામાં આવ્યાં હતાં.

વધુમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામની  એન.ડી. દેસાઈ હાઇસ્કુલનાં આચાર્યશ્રી પારસભાઈ મોદીએ તમામ વિદ્યાર્થીઓને તેમનાં ઉજવવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવી સાથે જ પ્રયત્ન બાદ મળતી સફળતા એ તમામ ઓછા માર્ક લાવનાર વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દરેક પ્રયત્ન આપણને શીખવે છે, અને પરિણામ આપણામાં ધ્યેય પ્રાપ્તિ માટે આપણને વધુ તીવ્ર અને   મહત્વકાંક્ષી બનાવે છે,

Exit mobile version