Site icon Gramin Today

વાંકલ ગામની  ૩૫ વર્ષીય મહિલાને કોરોનાં પોઝીટીવ આવતાં તંત્ર થયું દોડતું: 

શ્રોત: ગ્રામીણ ટુડે વાંકલ, પ્રતિનીધી 

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામનાં  ગામીત ફળિયામાં રહેતી  ૩૫ વર્ષીય મહિલાને કોરોનાં પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું. અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ: વાંકલ ગામમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધવા પામ્યો! 

વાંકલ ગામનો શુક્રવારનો બજાર રહશે બંધ! સરપંચ દ્વારા જાહેર જનતાજોગ  (જાણ ખાતર) 

 વાંકલ ગામનાં  ગામીત ફળિયા ખાતે  રહેતી અને ખેતીકામ કરતી ૩૫ વર્ષીય મહિલા કે જેની  કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી , આ મહિલાને તાવ આવતો હોવાની ફરિયાદને લઈ  એ મહિલા  વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ગઈ હતી, વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ ૨૪ મી જુનના રોજ એનાં બ્લડ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલનો રીપોર્ટ આજ રોજ ૨૫ તારીખે  આવતાં આ મહિલાનો  રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડ ધામ મચી જવા પામી છે, આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા તમામને તથાં તેમનાં ફળિયાને  હોમકોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ મહિલાને ૧૦૮ ની મદદ લઈ સારવાર માટે લઈ જવામાં આવી છે, વાંકલ ગામમાં પ્રથમ કેસ નોંધવા પામ્યો છે. જેને પગલે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંકલ ગ્રામવાસીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરત જીલ્લા મેજીસ્ટ્રેટનાં આદેશ અનુસાર કોરોના મરીજનું નામ જાહેર કરવાની મનાઈ છે,

વધુમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામનો શુક્રવારનો ભરાતો હાટ બજાર બંધ રહશે.
કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતાં વાંકલના સરપંચ ભરતભાઈ વસાવાએ સાવચેતીના ભાગ રૂપે શુક્રવારનો ભરાતો હાટ બજાર તા. 26 નો હાટ બજાર બંધ રાખવાનો નિણઁય કરવામા આવ્યો છે. બીજી બધી દુકાનો રાબેતા મુજબ ચાલશે એમ જણાવ્યું હતું.આ અંગે ની જાણ ગામ ની જાહેર જનતા કરવામાં આવી છે. શુક્રવારના હાટ બજારમાં વિવિધ ગામોમાંથી વેપારીઓ ધંધાર્થ આવે છે જેમકે માંડવી, નેત્રંગ, સુરત, ઝંખવાવ, કોસંબાથી આવે છે.

Exit mobile version