શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,
વલસાડ જિલ્લામા વર્ષ ૨૦૨૧ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને મદદ માટે મળેલા કોલ દ્વારા ૨૨૬૫ જરુરિયાતમંદ મહિલાઓને સહાયતા પહોંચાડી.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાત ના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહેલ છે, J.V.K. E.M.R.I. દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહેલ છે કોઈપણ મહિલા ના સારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નો મા તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્ન ને અસરકારકતા થી કાઉન્સિલગ દ્વારા હલ કરવામાં આવે છે, અને પારિવારિક બિન જરૂરી તકરાર મા સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે કિશોરીઓ, યુવતીઓ, પરણીત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને ૨૪x૭ વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે, આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામ ના સ્થળે જાતીય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકારના મહિલા લક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ની દિશામાં કાર્યરત છે,
વર્ષ ૨૦૨૧ દરમિયાન વલસાડ જિલ્લામાંથી કુલ ૨૨૬૫ જેટલા મહિલાઓએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા, જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના ૫૮૪ જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવેલ છે,
વર્ષ દરમિયાન ૪૩૪ જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે ૮૫ જેટલા કેસો મા જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલછે આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકારશ્રી ના અન્ય વિભાગો મા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે.
આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાત ની મહિલાઓ ની સાચી સખી સાહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે.