Site icon Gramin Today

વઘઈ થી ભેંસકાત્રીને જોડતો રસ્તો રાહદારીઓ માટે બન્યો માથાનો દુખાવો: તંત્ર મુક દર્શક!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુ માહલા  

ડાંગ: તાલુકા મથક વઘઈ થી ભેંસકાત્રીને જોડતો રસ્તો રાહદારીઓ માટે બન્યો માથાનો દુખાવો ડાંગ  જીલ્લા પંચાયત અને વઘઈ  તાલુકા માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતા હજુ કેટલાનો ભોગ લેશે તે જોવું રહ્યું?

૨૨ કિમી. લાંબો રોડ આજે કોઈ પણ મરામત વગરનો, જેનો ઉપયોગ 24X7 ચાલુ છે, હાલ એટલો ખખડ ધજ બન્યો છે કે રાહદારીઓ માટે જાણે વર્ષો થી બિન ઉપયોગી હોય?  આ વર્ષે વરસાદે ખોલી નાંખી રોડ અને મકાન વિભાગની પોલ! દિવસ ભરમાં ૧૦૦૦ થી વધુ વાહનો અહિયાંથી હેરફેર કરે છે, ૨૫ ગામનાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, આ માર્ગ ૩૦૦૦૦ થી વધુ લોકોને પ્રભાવિત કરે છે,   લોકો મુખે થી મળતી માહિતીઓ મુજબ આવતી ચુંટણીમાં આ વિસ્તારનાં લોકોનાં અવાજને જો ન સંભાળવામાં આવેતો ચુંટણી બહિસ્કાર પાક્કું? ચુંટણી સમયે થી આજ દિન સુધી ગાયબ થયેલાં નેતાઓ વર્ષોથી અમારી સમસ્યાઓ ધ્યાને લેતા નથી…( ગ્રામજનો) “રોડ નહિ તો વોટ નહિ”   આજે અમારા  લોકોની કમર તૂટે છે કાલે નેતાઓના વોટ તૂટશે એમાં કોઈ સંકાને સ્થાન નથીઃ  જોવું રહ્યું તંત્ર આ માર્ગ તાલુકા મથક વઘઈ થી ભેંસકાત્રીને જોડતો રસ્તોને કેટલું મહત્વ આપે છે. 

Exit mobile version