Site icon Gramin Today

વઘઈ તાલુકાના દોડીપાડા ગામના યુવાનનું બાઈક સ્લીપ થતાં મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વઘઈ તાલુકાના દોડીપાડા ગામના યુવાનનું બાઈક સ્લીપ થતાં મોત:
 
દિનકર બંગાળ, વઘઇ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દોડીપાડા ગામનો રહેવાસી સતીષભાઈ બાળુભાઈ ગાયકવાડ સાપુતારા ખાતે અભ્યાસ કરતો દિકરાને મળવા માટે મોટરસાયકલ.ન.GJ-30-C-5095 લઈને સાપુતારા જવા નીકળ્યો હતો. તે અરસામાં વઘઇથી સાપુતારા માર્ગના શિવારીમાળ ગામ નજીક આવેલ લેઉવા પાટીદાર આશ્રમ શાળા નજીકનાં વળાંકમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતા મોટરસાયકલ ચાલક ફંગોળાઈને માર્ગમાં પટકાતા ઘટના સ્થળે ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજયુ હતુ. બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતકની લાશનો કબજો મેળવી પી.એમ અર્થે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Exit mobile version