Site icon Gramin Today

વઘઇ ખાતે વધુ એક “કોરોના” પોઝેટિવ નો કેસ નોંધાયો!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

આહવા:  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મથકે ભરવાડ ફળિયામાં વધુ એક “કોરોના” પોઝેટિવ કેસ નોંધાવા પામ્યો છે.આરોગ્ય વિભાગ બન્યું સક્રિય: 

ડાંગના એ.ડી.એચ.ઓ.શ્રી ડો. સંજય શાહના જણાવ્યા અનુસાર તાવના લક્ષણ ધરાવતી ભરવાડ ફળિયાની એક ૪૪ વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે. જેમને સારવાર અર્થે આહવા ખાતેની   સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આરોગ્ય વિભાગ વધુ સાવચેતીના ભાગરૂપ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી રહી છે, જેથી કોમ્યુનીટી ટ્રાન્સમિશન વધતા રોકી શકાય. વઘઈનાં  ભરવાડ ફળિયામાં સેનીટાઈઝ કરી સાવચેતીનાં ભાગરૂપ એરિયાને બંધ કરવામાં આવ્યો! 

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આ કેસ સાથે કુલ ૧૨ પોઝેટિવ કેસો નોંધાયા છે. જે તમામ કેસોમાં કોવીડ-૧૯નાં  કોઈપણ  લક્ષણો જણાયા ન હતા. જ્યારે આજના આ કેસમાં મહિલાને  તાવના લક્ષણો માલુમ પડ્યા હતા.

ડાંગ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા ૧૨ કેસો પૈકી ૮ દર્દીઓને સારવાર બાદ તેઓ સાજા થતા રજા આપવામાં આવી છે, જ્યારે આ લખાય છે ત્યારે ડાંગ જિલ્લામાં કુલ ૪ એક્ટિવ કેસ/દર્દીઓ આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.

Exit mobile version