Site icon Gramin Today

લોક ડાઉનમાં બુટલેગરોની ચાલાકી કરતાં પોલીસની તેજ નજર!

ગ્રામીણ ટુડે: તાપી જીલ્લા પ્રતિનિધિ,

ગુજરાતનાં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી બોલેરો પીકઅપમાં ડુંગળી ભરેલી ગુણોની આડમાં  દારૂની હેરાફેરી કરતા બે માથાભારે શખ્સનો તાપી એલ.સી.બી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોક ડાઉનમાં બુટલેગરોની ચાલાકી કરતાં તાપી  પોલીસની તેજ નજર! કોરોના કહેર વચ્ચે બુટલેગરોની ચાલાકી; કાંદા ભરેલાં ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂની હેરફેર એલ.સી.બીએ કરી અટકાયત;

પ્રાપ્ત  માહિતી અનુસાર તાપી પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરી તથા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા દ્વારા હાલમાં નોવેલ કોરોના વાઈરસ સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શીકા અનુસાર સમગ્ર જિલ્લામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગર તેમજ પ્રોહીની પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય તેઓને ત્યાં પ્રોહી રેઈડ કરવી તેમજ બાતમીની હકીકત મેળવી કેસો કરવા સુચના આપવામાં આવી હતી. જે સુચના આધારે આજે રોજ ડી.એસ.લાડ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર તથા તેમના સ્ટાફ એટલે કે લેબજીભાઈ પરબતભાઈ, સમીર મદનલાલ, જગદીશ જોરારામ, કર્ણસિંહ અમરસિંહ, ચેતનભાઈ ગજાભાઈ, નિતેશભાઈ જંયતિલાલભાઈ, રાજેશભાઈ જુલીયાભાઈ, કલ્પેશભાઈ જરસિંગભાઈ પંચોના માણસો સાથે તપાસમાં નિકળ્યા હતા.

આ દરમ્યાન લેબજીભાઈ પરબતજીભાઈને ખાનગી બાતમી મળતા તેઓ સોનગઢ આર.ટી.ઓ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. મળેલી બાતમી પ્રમાણે હકિકતવાળી બોલેરો પીકઅપ ગાડી નંબર M H-39 AD-0385 માં આરોપી મનોજભાઈ ભગવાનભાઈ માળી તથા કલીનર ચન્દ્રશેખર પ્રતાપભાઈ માળી પોલીસના હાથે ઝડપાયા  હતા. બોલેરો પીકઅપની કિમંત રૂ.3,50,000 તેમજ ડુંગળીની 35 નંગ એટલે કે કુલ 1750 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 5250 ગણી શકાય જેની આડામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો ભરેલ બોક્ષ નંગ-40 કુલ બોટલ નંગ 480 જેની કિંમત 1,92,000 તથા મોબાઈલ નંગ- 2 જેની કિંમત 5500 મળી કુલ 5,52,750 ના પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે તાપી એલ.સી.બી પોલીસે  વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version