Site icon Gramin Today

લવેટ ખાતે મંત્રીશ્રીનો ખેડૂત વિકાસલક્ષી ઉમદા કામગીરી બદલ સંન્માન સમારોહનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નલીનભાઇ સુરત 

આજરોજ કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો લવેટ ખાતે ખેડૂત વિકાસલક્ષી કામ બદલ સન્માન સમારંભ યોજાયો.

કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના થકી માંગરોળ તાલુકાનાં આદિવાસી વિસ્તારના ૨૮ ગામોનાં ખેડૂતોની ૩૦ હજાર એકર જમીનમાં સિંચાઇનો લાભ પહોંચાડવાની યોજના લાવવામાં સિંહફાળો આપનાર કેબિનેટ મંત્રીશ્રી માન.ગણપતસિંહ વસાવાનો સમારંભ લવેટ ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થયું હતું.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ રૂ. ૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી સિંચાઈ સુવિધા માટેની યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થોડા દિવસ પહેલા કરવામાં
આવ્યું હતું, આજરોજ આ કાર્યક્રમમાં  લવેટ વિસ્તારનાં ખેડૂતો દ્વારા તેમનું સ્વાગત કરી તેમને વધાવી લેવામાં આવ્યા હતાં, લવેટ ગામનાં બસસ્ટેન્ડથી લઇ કાર્યક્રમ સ્થળ સુધી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને બળદગાડામાં બેસાડીને લાવવામાં આવ્યાં હતાં.

કાકરાપાર-ગોળધા-વડ ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત છોડાયેલું પાણી ખેડૂતોનાં ખેતર ખાતે પહોંચ્યા હતાં. કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા તાપી નદીનાં નીરને વધાવી લીધા હતાં જેથી આ વિસ્તારનાં ખેડૂતોમાં ખુશીની અનોખી લહેર વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત વનવિભાગ દ્વારા વન્યપ્રાણીઓના હુમલાથી મૃત પામેલ પશુઓના ૫ જેટલાં પશુપાલકોને રૂ.૬૦,૦૦૦/- નાં ચેકોનું વિતરણ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.                                         આ કાર્યક્રમમાં શ્રી દિલીપસિંહ રાઠોડ, હર્ષદભાઈ ચૌધરી, દિપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, રમેશભાઈ ચૌધરી, ઉમેદભાઈ, અફઝલખાન પઠાણ અને અન્ય મહેમાનો, કાર્યકર્તાઓ અને આજુબાજુનાં ગામના ખેડૂત મિત્રો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version