Site icon Gramin Today

મુખ્યમંત્રી મહોદયને સંબોધીને ઉમરપાડા મામલતદારને આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું .

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા

ઉમરપાડા: સુરત જિલ્લાના  જુનાઉમરપાડા (ટેડગા ફળીયુ), ગોપાલીયા, પાંચઆંબા, બરડી,ચંદા્પાડા તેમજ બીજા અન્ય  પાંચ ગામોના લોકો સહિત કુલ ૧૦ જેટલા આદિવાસી સમાજના ગામના લોકો સાથે  ભરવાડ (માલધારી) ઓ સમાજ દ્વારા  વારંવાર કરવામાં આવતી હેરાનગતી,ઝઘડો, વિવાદ  બાબતે આજરોજ મુખ્યમંત્રી, રાજ્યપાલ, વનમંત્રી, ગૃહમંત્રી મહોદયને સંબોધીને  ઉમરપાડા મામલતદારને આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.


ગુજરાત  સરકાર દ્વારા ઉમરપાડા તાલુકાના વન સમીતીઓને ફાળવેલ કંપાર્ટમેન્ટ તે અલગથી જેતે ગામના વન સમીતીઓને વન ઉછેર તથા વન પયાઁવરણની જાણવણી કરવાના હેતુથી દરેક સમીતી સંતોષકારક પોતાના કાર્ય  વિસ્તારમાં ફાળવણીનો કંપાર્ટમેન્ટમાં ફરજ બજવે છે, તે ઉપરાંત આદિવાસીઓના વન બોડરને અડીને આવેલ જમીન માલીકોને ઉભા પાકની નુકસાની તેમજ વન કંપાર્ટમેન્ટની નુકસાની કરવામાં આવે છે  આમ દર વષેઁં ભરવાડ (માલધારી)ઓના પાલતું  જાનવરો  દ્વારા  વ્યાપક  પ્રમાણમાં ભેલાણ કરવામાં આવે છે, જેઓને ભરવાડ સમાજના આગેવાનોને આદિવાસી સમાજ દ્વારા  એકથી અનેકવાર ભેલાણ ન કરવા જણાવવા છતા સામેથી ઉશકેરાય જઇને આદીવાસીભીલ, જંગલી જેવા ન શોભતી ગંદી ગાળો આપી હંમેશા જે તે વન સમીતીના કંપાર્ટમેન્ટ ઉપરાંત કંપાર્ટમેન્ટને અડીને આવેલ ખેતી ઉભા પાકની નુકસાની કરતા કહેવા જતા હમેશ સંઘર્ષમાં ઉતરી આવે છે અને સદંતર લડાઈ ઝઘડો કે વિવાદ થતો રહે છે.
ઉમરપાડા તાલુકાના અ.ન. ૧થી૧૦ ગામોના ફાળવેલ કંપાર્ટમેન્ટ મુજબ હેકટર આકારની જનરલ ગણતરી કરતા સમીતીના ગામોને પશુપાલન નિભાવવા તેમજ વન પયાઁવરણની જાણવણી સાથે જનરલ કુલ વન ખાતાની આકાર દશાઁવતી જમીનમાંથી અડધુ વન પલાનટેશન, અડધો ભાગ રીઝવઁ હોય જેમાં સમીતીઓના ગામોના પશુપાલન ચરીયાણ,ચરાવા  માટે પડતર  રાખવામાં આવે છે, જેમાં ભરવાડ (માલધારી) સમાજના લોકો દ્વારા  ઢોરોને  કાયમી ચરીયાણ અટકાવી સમીતીઓની નીચે મુજબનાં મુદા્ પ્રમાણેની માંગણીઓનું નિરાકરણ તાત્કાલિક  કરવા આપ સાહેબશ્રીને અનેક ગામની વન સમીતીઓ દ્વારા જણાવીએ છીએ.

– મુદા્ઓ –
.અ.ન.૧થી૧૦ વન સમીતીઓને ફાળવેલ કંપાટઁમેનટમાં ભરવાડ સમાજ ના ઢોરો સદંતર બંધ કરવા.
.કંપાર્ટમેન્ટને અડીને આવેલ જમીન માલીકને ઉભાપાકની નુકસાની ભરવાડ સમાજના ઢોરો દ્વારા થતુ નુકસાન સદંતર બંધ કરવા.
.આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને ભીલ તથા જંગલી જેવી ન શોભતી જાતી વિષયક  ગંદી ગાળો આપતા ભરવાડ સમાજના અસામાજીક તત્વો  સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત.
.દર વષેઁં વન સમીતીઓના સભાસદો સાથે તેમજ વનકમીઁઁઓએ ભરવાડ સમાજને કહેવા જતા ઉશકેરાઇ જઇ સંઘર્ષમાં ઉતરતા હોય અને ચરીયાણ અટકાવવા સહિત સદંતર બંધ થવા બાબત.
.ઉમરપાડા તાલુકા કક્ષાએ  પોલીસ કચેરીમાં ફરજ બજાવતા અમલદાર ભરવાડ સમાજના પોલીસ ઇનસપેકટરએ જયારથી ચાજઁ લીધો છે ત્યારથી આદીવાસી સમાજને જાતીવાદની નીતી અપનાવી ભરવાડોને ઉશકેરીને વારંવાર સંઘષઁ કરાવતા હોય જે નીતી વિષયે કાયદાના ઉલંઘન કરી ભરવાડ સમાજને એક તરફી નિર્ણય  લેતા હોવાને કારણે તત્કાલ  ધોરણે કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવે તેમ કરવામાં વિલંબ થશે તો આદિવાસી સમાજ દ્વારા ઉગ્ આંદોલન કરવામાં આવશે એમ જણાવવામાં આવેલ છે.
આમ આ બાબતે આજ રોજ મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવેદનપત્ર  આપવામાં આવેલ છે.

આમ ઉપર જણાવેલ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવાં  આદિવાસી સમાજ દ્વારા ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર  આપવામાં આવેલ.

Exit mobile version