Site icon Gramin Today

રાજપીપળા સબ જેલ ખાતે બંદીવાનો દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા

નર્મદા: રાજપીપળા, 5 મી સપ્ટેમ્બર સમગ્ર દેશ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે ,ત્યારે દરેક વ્યક્તિ ના જીવનમાં શિક્ષક નું મહત્વ રહેલુ છે, સિક્ષક એ સમાજનું અભિન્ન અને અતિ મહત્વનું અંગ છે,  આજે શિક્ષણવિદ પુર્વ રાષ્ટ્રપતિ ભારતના રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ જયંતીના ભાગરૂપે રાજપીપળા સબજેલ ખાતે બંદીવાનો દ્વારા શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી  હતી , જેલના ઇ.ચા અધિક્ષક એમ.એલ.ગમારા સાહેબએ જણાવ્યું હતું કે દરેક બંદીવાન સાક્ષરતા મેળવે અને સમાજમાં સારા નાગરિકોનું ઘડતર રૂપે પોતાની અંદર રહેલી શક્તિ વિકસિત કરી સારા સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરી સમાજમાં સારા નાગરિક બને તે માટે વિદ્યાર્થી બંદીવાન ઍ પ્રૌઢ શિક્ષણનું આયોજન કરી, સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક પહેરીને આ શિક્ષક દિન નિમીતે” હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

Exit mobile version