Site icon Gramin Today

રાજપીપળા ગાંધી ખડકીમાં પતિએ મોબાઈલ નહિ આપતા પત્નીએ પ્રવાહી પી જઇ આપઘાતનો કર્યો પ્રયાસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

રાજપીપળા ગાંધી ખડકીમાં પતિએ મોબાઈલ નહિ આપતા રિસાયેલી પત્નીએ બાથરૂમમાં વાપરવામાં આવતું પ્રવાહી પી જઇ આપઘાતનો કર્યો પ્રયાસ;

નર્મદા: રાજપીપળા શહેર માં ઉતરાયણ નાં દિવસે જ એક મહિલા એ મોબાઈલ નહિ આપતાં જેવી નાની બાબતે આપઘાત નો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર દિપીકાબેન વિક્રમભાઈ વસાવા રહે-ઝાંઝર પહેલું ફળીયું તા-શિનોર જી-વડોદરા નાઓ તારીખ ૧૪/૦૧/૨૦૨૩ ના રોજ દરબાર રોડ ગાંધી ખડકી રાજપીપલા માં પોતાની માતાના ઘરે આવેલા ત્યારે તેમના પતિ વિક્રમભાઈ તેમનો લિધેલો મોબાઈલ માગતા તેમના પતિએ પૈસા આપે તો તારો મોબાઈલ આપુ તેમ જણાવતા મનમાં માઠુ લાગી આવતા બાથરૂમમાંથી ડેટોલ પ્રવાહીની બોટલ લાવી રસોડામાં આવી એકાદ બે ઘુંટ પી જતા તેમને રાજપીપલા સરકારી દવાખાનામા સારવાર અર્થે દાખલ કર્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા

Exit mobile version