શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા ની સૂચના હેઠળ રાજપીપલા ટાઉન પોલીસ દ્વારા દિવાળી ના તહેવાર ને ગણતરીના દિવસો બાકી હોય રાજપીપળા બજારમાં પબ્લિક નો ઘસારો વધતા પોલીસ ખાતા દ્વારા કોરોનાની મહામારી વધુ ફેલાય ના તે હેતુ તેમજ ટ્રાફિકની સમસ્યા ન રહે તે માટે કરવા માટે રાજપીપળા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર અને મુખ્ય બજારમાં પગ પાળા ફરી પોલીસ ટીમે લોકો દ્વારા વાહનોના આડેધડ પાર્કિંગ કરેલ હોય તે લોકોને દંડ ફટકાર્યા અને જે લોકોએ મોઢા ઉપર માસ્ક અને સોશિયલ નો અમલ ન કર્યો હોય તેવા વ્યક્તિઓને પણ દંડ ફટકારવાની કડક કાર્યવાહી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે પોલિસ વિભાગ વારંવાર લોક જાગૃતિ માટે આવા પ્રયાસો કરે છે, છતાં કોરોના કે ટ્રાફિક ને ભૂલી લોકો પોતાની જવાબદારી બાબતે જાગૃત ન થતા આખરે પોલીસ લાલ આંખ કરે છે.