Site icon Gramin Today

રાજપીપળાનાં ગામમાં પારિવારિક ઝઘડામાં સમાધાન કરાવતી મહિલા અભ્યમ્ -181 ની ટીમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા નાં રાજપીપળા તાલુકા ના ગામે ૨૦ વર્ષ ના નીલમ બહેન, ( નામ બદલેલ છે.)જેમના પતિ તેમના પિયર આવીને દોઢ વર્ષ નો તેમનો છોકરો લઈને જતા રહ્યા હતા. અને લેવા ગયા તો આપતા ન હતા. અને ઝગડો કરતા હતા તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની સાથે અસરકારક કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ નીલમ બહેન ના પ્રેમલગ્ન નાં પાંચ વર્ષ થયાં છે. અને એક દોઢ વર્ષ નું બાળક છે. પહેલા મારા પતિ સારી રીતે રાખતા હતા અને બાળક થયું ત્યારબાદ સરખી રીતે વાત નથી કરતા અને તું મને નથી ગમતી તારા ઘરે જતી રહે એમ કહે છે અને જોબ માટે કે કાંઈ કામ થી બહાર ગયા હોય તો રાત્રે આવે જ નહિ અને અપશબ્દો બોલી ઝગડો કરે છે. અને હું પિયર ગઈ તો મને ફરી લેવા આવ્યા નહિ અને અચાનક આવીને છોકરો લઈને જતા રહ્યા અને બીજા દિવસ લેવા ગયા તો આપતા ન હતા, ત્યારબાદ અભ્યમ ટીમે તેમના પતિ નું કાઉંસેલિંગ કર્યું અને સમજાવ્યા, કાયદાકીય માહિતીઓ અને સલાહ – સૂચન આપી ત્યારબાદ તેમના પતિ તેમને સારી રીતે રાખશે અને ઝગડો કરશે નહિ તેમ જણાવતા બહેન ને તેમનું બાળક અપાવેલ અને તેમના સાસરિયાં પક્ષને સમજાવી સારી રીતે રાખશે એમ લખાણ લઈ તેમને સોંપેલ અને સમાધાન કરાવેલ.

Exit mobile version