Site icon Gramin Today

મોવી ચોકડી પાસે નાકાબંધી દરમ્યાન નર્મદા પોલીસને પ્રોહી ગુનામાં સફળતા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મોવી ચોકડી પાસે કરેલ નાકાબંધી દરમ્યાન નર્મદા પોલીસને પ્રોહી ગુનામાં સફળતા: એકની મુદ્દામાલ સાથે ધરપકડ:

જીલ્લા પોલીસ અધિક્ષક નર્મદા શ્રી હિમકર સિંહ,ના ઓએ જિલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા તેમજ અસરકાર કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સૂચનાના પગલે શ્રી એ.એમ.પટેલ, પો. ઇન્સ. એલ.સી.બી.નાઓના સુપરવિઝન માં શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી.નાં પોલીસ સ્ટાફ  મારફતે રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારના મોવી ચોકડી પાસે નાકાબંધી કરેલ આ  દરમિયાન આરોપી પીનલ ઉર્ફ રવીન્દ્રભાઇ વિક્રમભાઈ વસાવા રહે. તરોપા, તા.નાંદોદ જી.નર્મદાનાંને પેશન પ્રો. મોટર સાયકલ નંબર GJ-22-L-2632 ના ઉપર એક મીણીયા થેલામાં પ્લાસ્ટિક ના ક્વાટરિયા નંગ -૮૮ કિ.રૂ.૮,૮૦૦/-  તથા મોટર સાયકલ -૧ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ -૧ કિ. રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૩,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેમજ આ ગુનાના કામે પ્રોહી મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર આરોપીઓ (૧) જયદીપભાઈ ઉર્ફે બાબર જહરસિંગ વસાવા રહે. જરગામ, તા.દેડીયાપાડા, જી.નર્મદા (૨) સંગીતાબેન મહેશભાઈ વસાવા રહે, આમલેથા મીલ, તા.નાંદોદ, જી.નર્મદા (૩) મીનાબેન ઊર્ફે મેણકા બેન, રહે. આમલેથા મીલ, તા. નાંદોદ, જી.નર્મદા નાઓ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની અગાઉની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી, નર્મદાનાઓ દ્વારા જિલ્લામાં ઈંગ્લીશ દારૂ ની હેરાફેરી કરતા ઈસમો સામે સખ્ત પગલાં લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાના સૂચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

Exit mobile version