Site icon Gramin Today

માસ્ક અને હેલ્મેટ વગર નીકળતા લોકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત  નલિનકુમાર

માર્ગ પર માસ્ક અને હેલ્મેટ વગર નીકળતા લોકો સામે માંડવી પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી.

રાજ્યભર માં વકરતો કોવીડ અને રસ્તાઓ પર થતાં અકસ્માતની ઘટનાઓ ધ્યાને લેતાં કોવીડમાં સાવધાની અને માર્ગમાં સલામતી જરૂરી છે. એક તરફ પોલીસ પોતાની સેવા બજાવે છે તો બીજી તરફ લોકો પોતાની જવાબદારી સમજે તે જરૂરી: 

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાના ખેડપુર ત્રણ રસ્તા પાસે સાંજનાં સમયે માંડવી પોલીસે માસ્ક અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી, રસ્તા પરથી માસ્ક અને હેલ્મેટ વગર પસાર થતા લોકો સામે કાર્યવાહી કરી દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે પોલીસ દ્વારા આ કામગીરીથી માસ્ક અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. કોવીડ-19 ની ગાઇડલાઇન અને ટ્રાફિક રૂલ્સ રાહદારીઓ દ્વારા પાલન કરાવવા પોલીસ સતર્ક, તે મ છતાં પોલીસ સાથે  આ કામગીરી દરમિયાન વાહનચાલક વચ્ચે થોડી બોલાચાલીનાં દૃશ્યો પણ સર્જાયા હતાં.

Exit mobile version