Site icon Gramin Today

માલિક સાથે કાઉન્સિલિંગ કરીને યુવતીને પગાર અપાવતી વલસાડ ૧૮૧ ટીમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વલસાડ, ડાંગ પ્રતિનિધિ 

યુવતીને પગાર ન આપતા માલિકનું કાઉન્સિલિંગ કરીને યુવતીને પગાર અપાવતી વલસાડ ૧૮૧ ટીમ.

     ૧૮૧ અભયમ ની ટીમે માલિકનું કાઉન્સેલિંગ કરીને યુવતીનો પગાર અપાવી મામલો થાળે પાડ્યો.

     વલસાડ જિલ્લાના વાપી શહેરી વિસ્તારમાંથી એક યુવતી દુકાનમાં દોઢ વર્ષથી કામ કરે છે. અને હાલમાં મહિલા ને ત્યાં કામ અને ઓવર ટાઈમ વધારે કરવા પડતો હોવાથી મહિલા ત્યાંથી નોકરી છોડી અને પોતાના વતન જવા જણાવતા તેમના માલિક તેમને પગાર આપવાની ના પાડી હતી.

   વાપી જિલ્લાના શહેરી વિસ્તારમાંથી એક મહિલા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ને કોલ કરી જણાવેલ કે તેઓ આશરે દોઢ વરસથી ગ્રામ્ય વિસ્તારમાંથી નોકરી કરવા માટે એકલા શહેરમાં આવેલ છે. જેમના પતિ પણ વ્યસન કરી હેરાન કરે છે. જેથી તેઓ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. અને ઘણા સમયથી જે નોકરી કરે છે ત્યાં વધારે પડતો સમય ઓવર ટાઈમ અને કામ કરવું પડે છે. જેથી મહિલા તેમના માલિકને તેમનો જે પગાર છે તે આપી અને તેમને નોકરીમાંથી છૂટા કરવા માટે જણાવેલ પરંતુ તેમના સેઠ પગાર ન આપવા અને ત્યાં જ નોકરી ચાલુ રાખવા માટે જણાવેલ અને અપશબ્દો બોલતા હોવાથી મહિલા પોતે એકલા હોવાથી ૧૮૧ અભયમ ટીમની મદદ માંગી હતી. જેથી ઘટનાસ્થળ પર પહોંચી તેમના માલિકનું કાઉન્સિલિંગ કર્યું હતું.અને મહિલાને કાયદાકીય માહિતી આપી હતી. જેથી તેના માલિક યુવતીને પગાર આપવા તૈયાર થતા અભયમ ટીમે તેમની હાજરીમાં યુવતીને પગાર અપાવી મામલો થાળે પાડયો હતો. જેથી મહિલા પણ રાજી થયા અને ૧૮૧ મહિલા અભયમ વલસાડ ટીમની આભાર માન્યો હતો.

Exit mobile version