Site icon Gramin Today

માંડવી પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, માંડવી 

માંડવી પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક અવરનેશ માટે સમજ અપાય.

ટ્રાફિક નિયમોનુ પાલન કરે અને વાહન ચાલકો પોતે જાગૃત થાય અને દંડ થી બચે તે હાલના સમયમા જરૂરી છે,

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર દરેક બાઈક અને ફોરવેહિકલ ચલાકો ને દંડ ના બદલે ફુલ આપીને નિયમોની સમજ આપી ફરીવાર ભૂલના થાય તે માટે તાકીદ કરાયા.. 

ગુજરાત સરકાર અને પોલીસ તંત્રની નવી પહેલ જેમાં તારીખ 27/ 10/2022 સુધી વાહન ચાલકોને ટ્રાફિક અવરનેસ માટે સમજ આપવામાં આવશે જે અંતર્ગત માંડવી સુપડી વિસ્તાર ખાતે પોલીસ તંત્ર ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એસ. એન. પટેલ તેમજ પોલીસ જવાનોની ટીમ દ્વારા વાહનચાલકોને ગુલાબના ફૂલ આપવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક અવરનેસ માટે સમજ અપાય તેમજ હાલમાં દિપાવલી પર્વ ચાલી રહ્યો છે જેને અનુલક્ષીને માંડવીના પી.આઈ હેમંતભાઈ પટેલ તેમજ પીએસઆઇ એસ. એન. પટેલે માંડવી નગરના નગરજનોને દિપાવલી પર્વની અને આવનાર નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આજના ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમમાં પીએસઆઈ સાથે ટ્રાફિક ઇન્ચાર્જ હેડ કોસ્ટેબલ ચંદ્રસિંહભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મૂલદાસભાઈ જોડાયા હતા.

પત્રકાર : ઈશ્વરભાઇ સોલંકી

Exit mobile version