Site icon Gramin Today

માંડવી તાલુકાનાં દેવગઢ ગામે શિકારની શોધમાં શોધમાં નીકળેલ બે વર્ષની દીપડી જુના પુરાણા કૂવામાં પડી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

સુરત જિલ્લાના માંડવીના દેવગઢ ગામે (ગાયત્રી ફળિયા) માં, શિકારની શોધમાં નીકળેલ બે વર્ષની દીપડી દેવગઢ ગામમાં આવેલ એક ઉંડા કૂવામાં પડી હતી, જેની ગ્રામજનોને જાણ થતાં લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી હતી, અને ગ્રામજનો દ્વારા માંડવી વનવિભાગને જાણ કરવામાં આવી હતી, અને વન. વિભાગને ગ્રામજનો દ્વારા જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી હતી, અને ત્યાર બાદ વન વિભાગ દ્વારા કૂવામાં પડેલી દીપડીને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવી હતી, કૂવામાં ખાટલા નાખી દીપડીને બહાર કાઢવામાં આવી હતી, ત્યાર બાદ દીપડીને માઇકો ચીફ લગાવી સલામત જગ્યાએ જંગલમાં છોડી દેવામાં આવી હતી.

Exit mobile version