શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જેરામભાઈ વસાવાને ‘વન અધિકાર પત્ર’ મળ્યો
વન અધિકાર પત્ર દસ્તાવેજ માત્ર કાગળ નહીં, પણ ઓળખ અને ભવિષ્યની ભરોસાની ચાવી છે: લાભાર્થી જેરામભાઈ વસાવા
ગ્રામીણ ટુડે, માંડવી: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતના માંડવી ખાતે પધાર્યા હતા, ઉજવણી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન અધિકાર પત્ર મળતા કાટકુવા ગામના વસાવા પરિવારની ખુશી બેવડાય હતી.
જેરામભાઈ વર્ષો સુધી તેમના પૂર્વજોથી મળેલી વન જમીન પર ખેતી કરતા હતા. પરંપરાગત રીતે આ જમીન તેઓનો એકમાત્ર જીવિકોપાર્જનનો સ્ત્રોત રહી હતી, પણ કોઈ કાયદેસર અધિકાર ન હોવાને કારણે તેઓમાં સતત ભય રહેતો હતો કે ક્યારેક એમને ત્યાંથી હાંકી દેવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, પરંપરાગત રીતે વનજમીન પર નિર્વાહ કરતા અનુસૂચિત જનજાતિના વનવાસી પરિવારો મળવા પાત્ર હક્કની જાણકારી મળી અને ‘વન અધિકાર માન્યતા ધારો, ૨૦૦૬’ હેઠળ અરજી કરી હતી. અરજી મંજૂર થતા વન અધિકાર માન્યતા ધારા હેઠળ મજુર થઈ હતી.
રહેઠાણ માટે જમીનનો અધિકાર પત્ર મળતાં જેરામભાઈ અને તેમના પરિવારને હવે સુરક્ષિત આશરો મળ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે તેમના પાસે કાયદેસર દસ્તાવેજ છે, જેના આધારે લોન મેળવી શકીશ અને ઘરે વિકાસકાર્ય કામ કરી શકીશ. આ અધિકાર પત્ર માત્ર કાગળનો ટુકડો નહીં, પરંતુ સુરક્ષા અને સમાજમાં માન્યતાનું પ્રતિક છે.
નોંધનીય છે કે, વન અધિકાર પત્ર મળવાથી જેરામભાઈ જેવા અનેક અનુસૂચિત જનજાતિ પરિવારોને જમીન હક્ક મળવાથી આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે છે. આ માત્ર એક કાગળનો ટુકડો નથી એ છે માન્યતા, સુરક્ષા અને વિકાસનો દ્વાર છે.