Site icon Gramin Today

માંગરોળ તાલુકા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ તરીકે પ્રકાશ વસાવાની વરણી:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશ ચૌધરી 

માંગરોળ તાલુકા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ પદે પ્રકાશ વસાવાની વરણી કરવામાં આવી:

ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ વસાવા દ્વારા વરણી કરવામાં આવી: 

માંગરોળ તાલુકા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ પદે કનવાડા ગામના પ્રકાશભાઈ વસાવા ની વરણી કરવામા આવતા આદિવાસી સમાજ આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ ઉત્તમભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા નુ સંગઠન માળખું મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા કરી સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજને થતા અન્યાય સામે લડત ચલાવતા માંગરોળના કનવાડા ગામના આદિવાસી યુવા કાર્યકર પ્રકાશભાઈ ઠાકોરભાઈ વસાવાની વરણી માંગરોળ તાલુકા ભીલ ફેડરેશનના પ્રમુખ પદે કરવામાં આવી હતી તેમની વરર્ણી ને આદિવાસી સમાજના આગેવાનો યુવા કાર્યકરોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

Exit mobile version