Site icon Gramin Today

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ગાંધી જયંતિની ઊજવણી નિમિતે વિવિધ કાર્યકમોનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનભાઈ,માંગરોળ કરુનેશ ચૌધરી. 

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ખાતે  ગાંધી જયંતિની ઊજવણી નિમિતે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવણી  નિમિતે ઘર, મહોલ્લા, ફળિયામાં સ્વચ્છતા રાખવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી,

આજરોજ આંગણવાડીની  બહેનોએ ૨-જી ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવણીનાં ભાગરૂપ  વંદે ગુજરાતનાં માધ્યમથી ટીવી સ્ક્રીન પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સ્વચ્છતા અંગેનો કાર્યક્મ નિહાળ્યો હતો અને વાંકલ હાઈસ્કૂલમાં આંગણવાડીની બહેનો માટે સ્વછતા અભિયાન અંતર્ગત હૅન્ડવૉશ, કીટ વિતરણ નો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો, વાંકલ મેઈન બજારમાં સફાઈની કામગીરી કરવામાં આવી હતી, આ પ્રસંગે TDO ડી.બી. પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, સરપંચશ્રી ભરતભાઈ વસાવા, તલાટીકમ મંત્રીશ્રી સતિષભાઈ ગામીત તથા ગામના આગેવાનો હાજર રહી સ્વછતા અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Exit mobile version