Site icon Gramin Today

માંગરોળમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સમાજે મામલતદાર કચેરી સામે  વિરોધ પ્રદર્શિત કરી કૃષિ કાયદો પાછો ખેંચવાની માંગ કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજના આગેવાનોએ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં મામલતદાર કચેરી સામે દેખાવો વિરોધ પ્રદર્શિત કરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી કાળો કાયદો પાછો ખેંચવાની માંગ કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ કાયદા પરત ખેંચવાની માંગ સાથે હાલમાં દેશ લેવલે આંદોલન ચાલી રહ્યું છે, જેના ટેકામાં માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશભાઈ મલેક, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, ખેડૂત આગેવાન કેતનભાઇ ભટ્ટ, સોનજીભાઇ વસાવા, શામજીભાઇ ચૌધરી, સુરેશભાઈ વસાવા, બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત સહિતના આગેવાનોએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને આ કાયદો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું કે આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂત સમાજના આગેવાનો સાથે ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Exit mobile version