Site icon Gramin Today

માંગરોળના દેગડીયા ગામે મહિલાને પોતાનાં ઘરમાં જ પ્રસુતિ કરાવતો ૧૦૮નો સ્ટાફ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામની પૂનમબેન ઈનેશભાઈ વસાવાને પ્રસુતિનો દુઃખવો શરૂ થતાં એમના પતિ ઇનેશભાઈએ ૧૦૮ ને જાણ કરી હતી, ૧૦૮ ને ૦૬:૧૭ કલાકે કોલ મળ્યો હતો,  ૧૦૮ ના EMT અજય ચૌહાણ અને પાઇલોટ નરેશ ચૌધરી દર્દીના ઘરે પહોંચતા દર્દીને પ્રસુતિનો અતિશય દુઃખાવો ચાલુ હતો,  EMT અજય ચૌહાણ દ્વારા દર્દીને ચેક કરવામાં આવ્યું તો દર્દીની પ્રસુતિ ઘરમાં જ કરવી પડે એવી હાલત હતી,  જેથી ૧૦૮ના કર્મચારી દ્વારા દર્દીને સફળ પ્રસુતિ એનાં ઘરમાંજ કરાવી, માતા અને બાળક ને સલામત રાખી એક સારૂં કામ કરતાં દર્દીનાં પતિ ઈનેશભાઈ અને એમના પરિવારે ૧૦૮ના કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો,  આમ ગ્રામીણ વિસ્તારમાં કે જ્યાં આરોગ્યની સુવિધા નહીંવત છે,  એવા આદિવાસી વિસ્તારો માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે.

Exit mobile version