શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મહિલા સામખ્ય નર્મદા દ્વારા આંતરાષ્ટ્રીય યોગ દિવસ ની સમગ્ર ગુજરાત સહીત ડેડીયાપાડા તેમજ સાગબારા ખાતે ઉજવણી કરવામાં આવી;
વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015 માં ભારતની પહેલથી આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ છે.
ત્યારે મહિલા સામખ્ય નર્મદા દ્વારા ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગ ટ્રેનર વસાવા ગુલાબસિંહ તથા આયુર્વેદિક ડોક્ટર રાજેશ પટેલ દ્વારા સંઘ, મહાસંઘ ની બહેનો, કિશોરીઓ, સી.આર.પી બહેનો, માહિતી સંચાલિકા બહેનો તથા શાળાના શિક્ષકો અને અને સ્ટાફ સહિત અનેક લોકોએ આજ ની શિબિરમાં ભાગ લીધો હતો, તાલીમનું પૂર્વ આયોજન જે. આર. પી. શ્રીમતી પ્રજ્ઞાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યોગ કરવાથી થતા ફાયદા વિશેની માહિતી આપવામાં આવી હતી, સાથે કોરોના રસી લેવાના ફાયદા વિશેની તેના રક્ષણ વિશેની સમજ આપી હતી.