શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
એક મહિલાને હેરાન કરનાર યુવકની ૧૮૧ નવસારી મહિલા હેલ્પલાઇને પાઠ ભણાવ્યો.
નવસારી જિલ્લાના એક ગામમાં થી 1 વિધવા મહિલાએ અભ્યમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની તેમને ફોન કરીને તેમના પાડોશી ભાઈ કાયમ વ્યસન કરી હેરાન ગતિ કરે છે, અને અપશબ્દો બોલે છે, તેમ જણાવી મદદ માંગી હતી.
જેથી નવસારી ૧૮૧ હેલ્પ લાઈનની ટીમ પીડિત મહિલાએ આપેલા સરનામા પર પહોંચી કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ છે હાલમાં 1 વર્ષ પહેલા મહિલાનાં પતિ અવસાન થયેલ છે, અને હાલ મહિલા તેમના વિધવા સાસુ અને બાળકોનું ઘર કામ કરી ઘર ગુજરાન ચલાવે છે, અને તેમના પાડોસ માં રહેતા એક ભાઈ કાયમ વ્યશન કરીને મહિલા વિશે લોકોને ખરાબ વાતો કરે છે, અને હેરાન કરે છે, તેના કારણે તેમના પાડોશીની પત્ની મહિલાને તેના પતિ સાથે અફેર છે તેમ કરી ઘરે ઝઘડો કરવા માટે આવતા પીડિત મહિલા તેમને સમજવા માટે ૧૮૧ ટીમની મદદ માંગી હતી, તેથી ઘટનાસ્થળ પર પહોંચી તેમના પાડોશી અને તેમની પત્ની સાથે વાતચીત કરી અને ભાઈ ને જણાવેલ કે આ રીતે મહિલાને હેરાન કરવું કાયદાકીય ગુનો બને છે, તેમ જણાવતા પાડોશી હવે પછી કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહી કરે તે માટે માફી માંગી અને તેની ખાતરી આપતા સમાધાન કરવામાં આવ્યું હતું, અને પોતાને મુશ્કેલીના સમયે સમયસર મદદ કરવા બદલ પીડિત મહિલાએ ૧૮૧ નવસારી અભયમ ટીમનો આભાર માન્યો હતો.